(Source: ECI/ABP News/ABP Majha)
WI vs SA: ડીકોકે બેટથી તહેલકો મચાવ્યો, સાઉથ આફ્રીકા માટે ઈતિહાસ રચી નાખ્યો
દક્ષિણ આફ્રિકાના ક્વિન્ટન ડી કોકે ઈતિહાસ રચી નાખ્યો છે. તેણે 15 બોલમાં 50 રન પૂરા કર્યા છે.
WI vs SA: દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી વનડે રમાઈ રહી છે. આ મેચમાં જ્યાં વેસ્ટ ઈન્ડિઝ માટે જોન્સન ચાર્લ્સે સૌથી ઝડપી સદી ફટકારી છે, ત્યારે લક્ષ્યાંકનો પીછો કરતી વખતે દક્ષિણ આફ્રિકાના ક્વિન્ટન ડી કોકે ઈતિહાસ રચી નાખ્યો છે. તેણે 15 બોલમાં 50 રન પૂરા કર્યા છે. આ સાથે તે દક્ષિણ આફ્રિકા તરફથી T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી ફિફ્ટી બનાવનાર ખેલાડી બની ગયો છે.
Quinton de Kock gets to his fifty in 15 balls! 😱
— ICC (@ICC) March 26, 2023
The fastest half-century by a South African in T20Is 🙌#SAvWI | https://t.co/xdTsAZTwIm pic.twitter.com/Hok7Po34vq
ક્વિન્ટન ડી કોકે પોતાનો જ રેકોર્ડ તોડ્યો
ક્વિન્ટન ડી કોક દક્ષિણ આફ્રિકા માટે ટી-20માં સૌથી ઝડપી અડધી સદી બનાવનાર ખેલાડી બની ગયો છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે માત્ર 15 બોલમાં અડધી સદી ફટકારી હતી, આ પહેલા તેણે વર્ષ 2020માં ઈંગ્લેન્ડ સામે 17 બોલમાં અડધી સદી ફટકારી હતી.
T20 ઇન્ટરનેશનલમાં દક્ષિણ આફ્રિકા માટે સૌથી ઝડપી અડધી સદી
2023માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ક્વિન્ટન ડી કોક (15 બોલ).
ક્વિન્ટન ડી કોક (17 બોલ) 2020 માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ
ટ્રિસ્ટન સ્ટબ્સ (19 બોલ) 2022માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ
એબી ડી વિલિયર્સ (21 બોલ) 2016માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ
2016માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ક્વિન્ટન ડી કોક (21 બોલ).
હેનરિક ક્લાસેન (22 બોલ) 2018 માં ભારત સામે.
T20I માં સૌથી ઝડપી ફિફ્ટી
12 – યુવરાજ સિંહ, ભારત વિ ઈંગ્લેન્ડ, ડરબન, 2007
13 – મિર્ઝા અહસાન, ઑસ્ટ્રિયા વિ લક્ઝમબર્ગ, ઇલ્ફોવ કાઉન્ટી, 2019
14 – કોલિન મુનરો, ન્યુઝીલેન્ડ વિરુદ્ધ શ્રીલંકા, ઓકલેન્ડ, 2016
14 – રમેશ સાથીસન, રોમાનિયા વિ સર્બિયા, સોફિયા, 2021
15 – ક્વિન્ટન ડી કોક, દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, સેન્ચુરિયન, આજે
15 – ફૈઝલ ખાન, સાઉદી અરેબિયા વિરુદ્ધ કુવૈત, અલ અમરત, 2019