Champions Trophy: ટીમ ઈન્ડિયા 2025 ચેમ્પિયન્સ ટ્રોફી રમવા પાકિસ્તાન જશે કે નહીં? અમિત શાહે આપ્યો જવાબ
ICC Champions Trophy 2025: ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન્સ ટ્રોફી રમવા પાકિસ્તાન મોકલવામાં આવશે કે નહીં? જાણો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ મુદ્દે શું કહ્યું?
Amit Shah on India vs Pakistan Cricket: ભારતના કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરમાં યોજાનારી ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીનો ઢંઢેરો બહાર પાડ્યો હતો. આ દરમિયાન, તેમના એક નિવેદનને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 સાથે પણ જોડવામાં આવી રહ્યું છે, જે આવતા વર્ષે પાકિસ્તાનમાં રમાશે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી બીસીસીઆઈ અને ભારત સરકારે ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવા અંગે કોઈ સ્પષ્ટ વલણ રજૂ કર્યું નથી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, "જ્યાં સુધી આતંકવાદને સંપૂર્ણ રીતે ખતમ ન કરી દેવામાં આવે ત્યાં સુધી અમે પાકિસ્તાન સરકાર સાથે કોઈપણ વાતચીતના પક્ષમાં નથી. તેના બદલે, અમે જમ્મુ અને કાશ્મીરના યુવાનોના મંતવ્યો સમજવા માંગીએ છીએ અને "ચોક્કસપણે તેમની સાથે વાત કરવાના પક્ષમાં છીએ." આ સિવાય વિદેશ મંત્રી એસ જય શંકરે પણ કહ્યું છે કે પાકિસ્તાન સાથે વાતચીતનો યુગ હવે ઘણો પાછળ છૂટી ગયો છે.
ટીમ ઈન્ડિયાને મોકલવાનો નિર્ણય સંપૂર્ણપણે ભારત સરકારના હાથમાં
અમિત શાહના આ નિવેદનને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 સાથે જોડવામાં આવી રહ્યું છે. તેણે પાકિસ્તાન સામે આકરુ વલણ અપનાવ્યું હોવાથી એવું માનવામાં આવે છે કે ભારત સરકાર કોઈપણ સંજોગોમાં ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્રિકેટ ટીમને સરહદ પાર મોકલવાના પક્ષમાં નથી. થોડા સમય પહેલા બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ પણ નિવેદન જારી કરીને કહ્યું હતું કે ટીમ ઈન્ડિયાને મોકલવાનો નિર્ણય સંપૂર્ણપણે ભારત સરકારના હાથમાં છે.
પાકિસ્તાનનું વલણ પણ સ્પષ્ટ છે
ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને કરોડો રૂપિયાનું બજેટ ફાળવ્યું હતું. મેદાનનું નવીનીકરણ કરી તેમને વિશ્વ કક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)નું સ્ટેન્ડ સ્પષ્ટ છે કે તે કોઈપણ સંજોગોમાં હાઈબ્રિડ મોડલ અપનાવવા તૈયાર નથી. હાઇબ્રિડ મોડલનો અર્થ એ છે કે PCB કોઈપણ સંજોગોમાં અન્ય કોઈ દેશમાં ભારતની મેચો કરાવવાના પ્રસ્તાવને સ્વીકારવા માંગતું નથી. પરંતુ હવે અમિત શાહના નિવેદનથી સંકેત મળી ગયો છે કે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી ગુમાવે તેવી પૂરી સંભાવના છે.
આ પણ વાંચો: