શોધખોળ કરો

Women's Premier League Delhi Capitals: WPL ફાઇનલમાં પહોંચી દિલ્હી કેપિટલ્સ, મુંબઇ-UP વચ્ચે રમાશે એલિમિનેટર મેચ

ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સનો સામનો યુપી વોરિયર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની એલિમિનેટર મેચના વિજેતા સાથે થશે.

દિલ્હી કેપિટલ્સએ વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની ફાઇનલમાં સ્થાન મેળવ્યુ છે. દિલ્હીએ મંગળવારે (21 માર્ચ) બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી છેલ્લી ગ્રુપ મેચમાં યુપી વોરિયર્સ (UPW) ને પાંચ વિકેટથી હરાવ્યું હતું. આ જીતને કારણે દિલ્હી કેપિટલ્સ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહી અને ફાઇનલમાં સીધો પ્રવેશ મેળવ્યો હતો.

એલિમિનેટર મુંબઈ અને યુપી વચ્ચે રમાશે

ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સનો સામનો યુપી વોરિયર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની એલિમિનેટર મેચના વિજેતા સાથે થશે. પોઈન્ટ ટેબલમાં મુંબઈ ઈન્ડિયન્સ બીજા અને યુપી વોરિયર્સ ત્રીજા સ્થાને છે, જેના કારણે બંને ટીમોએ એલિમિનેટર મેચમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. એલિમિનેટર મેચ 24 માર્ચે અને ફાઈનલ 26 માર્ચે યોજાવાની છે.

મેચમાં દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 139 રનનો ટાર્ગેટ હતો, જે તેણે 13 બોલ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો. કેપ્ટન મેગ લેનિંગે સૌથી વધુ 39 અને મારિજન કેપે અણનમ 34 રન બનાવ્યા હતા. આ સાથે એલિસ કેપ્સીએ પણ 34 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું.

આ પહેલા ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા યુપી વોરિયર્સે છ વિકેટે 138 રન બનાવ્યા હતા. તાહિલા મેકગ્રાએ 32 બોલમાં અણનમ 58 રન બનાવ્યા જેમાં આઠ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. કેપ્ટન એલિસા હીલીએ 34 બોલમાં કુલ 36 રન બનાવ્યા. દિલ્હી કેપિટલ્સ તરફથી એલિસ કેપ્સીએ 26 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે રાધા યાદવને બે જ્યારે જેસ જોનાસેનને સફળતા મળી હતી.

RCBને તેની છેલ્લી મેચમાં પણ હાર મળી હતી

મંગળવારે (21 માર્ચ) મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાઇ હતી.  ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી તે મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ ચાર વિકેટે જીતી હતી. પ્રથમ બેટિંગ કરતા આરસીબીએ નવ વિકેટે 125 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 16.3 ઓવરમાં છ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. મુંબઈ તરફથી અમેલિયા કેરે સૌથી વધુ અણનમ 31 રનનું યોગદાન આપ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'

Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 72 લોકો હતા સવાર

GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ

Mahakumbh 2025: ભક્તોને ખાવા મળશે વિવિધ રાજ્યોની વાનગીઓ, 25,000 વર્ગ ફૂટમાં બનશે ફૂડ કોર્ટ

ABP Premium

વિડિઓઝ

Snowfall In India: ત્રણ દિવસથી દેશની આ જગ્યાઓ પર ભારે હિમ વર્ષા, રસ્તાઓ પર છવાઈ બરફની ચાદરMahisagar:જંગલી ભૂંડના ત્રાસ પાકને બચાવવા ખેડૂતો આખી રાત કરે છે ઉજાગરા, જુઓ સ્થિતિGir Somnath:ગેરકાયદે માછીમારી કરનાર સામે કાર્યવાહી, 10 બોટ સંચાલકો સામે નોંધાઈ ફરિયાદSthanik Swarajya Sanstha Eletion 2024: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 72 લોકો હતા સવાર
Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 72 લોકો હતા સવાર
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
Mahakumbh 2025: ભક્તોને ખાવા મળશે વિવિધ રાજ્યોની વાનગીઓ, 25,000 વર્ગ ફૂટમાં બનશે ફૂડ કોર્ટ
Mahakumbh 2025: ભક્તોને ખાવા મળશે વિવિધ રાજ્યોની વાનગીઓ, 25,000 વર્ગ ફૂટમાં બનશે ફૂડ કોર્ટ
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી

Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા

'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો

GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય

Embed widget