Women’s WC: ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે હારીને વર્લ્ડકપમાંથી બહાર થઇ ગઇ, જાણો હારના પાંચ કારણો?
ટીમના બેટ્સમેનો છેલ્લી 10 ઓવરમાં ઝડપી રન બનાવી શક્યા ન હતા. જેની અસર પરિણામ પર પણ પડી હતી.
નવી દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. લીગ રાઉન્ડની અંતિમ મેચમાં રવિવારે દક્ષિણ આફ્રિકા સામે ભારતીય ટીમ હારી ગઇ હતી. ટીમ આખી ટુર્નામેન્ટમાં માત્ર 3 મેચ જ જીતી શકી હતી, જ્યારે 4માં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. દક્ષિણ આફ્રિકા સામે ટીમે 274 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. પરંતુ છેલ્લી ઓવરમાં દીપ્તિ શર્માએ નો-બોલ ફેંક્યો હતો. જેના કારણે ટીમ જીતથી દૂર રહી હતી. 2017માં ભારતીય ટીમ રનર અપ રહી હતી પરંતુ આ વખતે તેને લીગ સ્ટેજમાંથી જ બહાર થવું પડ્યું હતું.
ભારતીય ટીમની વાત કરીએ તો કેપ્ટન મિતાલી રાજ વિશ્વમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. બીજી તરફ ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીએ સૌથી વધુ વિકેટ લીધી છે. તો શા માટે ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ? આવો જાણીએ 5 મોટા કારણો.
પ્રથમ કારણ
ટીમ ઈન્ડિયાની બોલિંગમાં મોટી ખાણી હતી. ટૂર્નામેન્ટની 2 મેચમાં 250થી વધુ રન બનાવ્યા બાદ તેને હારનો સામનો કરવો પડ્યો હતો. દક્ષિણ આફ્રિકા સિવાય ટીમ ઓસ્ટ્રેલિયા સામે 277 રન બનાવીને પણ મેચ જીતી શકી ન હતી.
બીજુ કારણ
વર્લ્ડ કપ પહેલા ટીમ તૈયારી માટે ન્યુઝીલેન્ડ પહોંચી હતી અને 5 વનડે પણ રમી હતી. પરંતુ ટીમ આનો ફાયદો ઉઠાવી શકી ન હતી. ભારતે વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ અને પાકિસ્તાન સામે જ જીત મેળવી છે. ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો છે.
ત્રીજુ કારણ
ટીમના બેટ્સમેનો છેલ્લી 10 ઓવરમાં ઝડપી રન બનાવી શક્યા ન હતા. જેની અસર પરિણામ પર પણ પડી હતી. દક્ષિણ આફ્રિકા સામેની છેલ્લી મેચમાં ટીમ છેલ્લી 10 ઓવરમાં માત્ર 51 રન બનાવી શકી હતી અને 7 વિકેટ બાકી હતી. બીજી તરફ દક્ષિણ આફ્રિકાએ છેલ્લી 10 ઓવરમાં 77 રન બનાવ્યા હતા. આ 25 રનની મેચ પર અસર જોવા મળી હતી.
ચોથુ કારણ
કેપ્ટન મિતાલી રાજ ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરી શકી નથી. તેણે ટૂર્નામેન્ટમાં 2 અડધી સદી ફટકારી પરંતુ એકંદરે તેની સરેરાશ માત્ર 26 હતી અને તે 7 ઇનિંગ્સમાં માત્ર 182 રન બનાવી શકી હતી. ODI ક્રિકેટની વાત કરીએ તો તેણે એકંદરે 7800 થી વધુ રન બનાવ્યા છે.
પાંચમું કારણ
ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીએ ODIમાં 250 થી વધુ વિકેટ લીધી છે. પરંતુ તે વર્લ્ડ કપમાં માત્ર 7 વિકેટ જ લઈ શકી હતી. બીજી તરફ જુનિયર બોલરોએ સારું પ્રદર્શન કર્યું હતું. જેની અસર ભારતીય ટીમના પ્રદર્શન પર પડી હતી. જોકે, ઝુલન ઈજાના કારણે છેલ્લી મેચ રમી શકી નહોતી.
IPL 2022: ભાવનગરનો આ ક્રિકેટર કાલની મેચમાં છવાયો, સચિને વખાણ કર્યા અને યુવરાજે સલાહ આપી...
India Air Force Recruitment: એરફોર્સમાં 10મું અને 12મું પાસ ઉમેદવારો માટે નીકળી, જાણો વિગત