શોધખોળ કરો

Women's T20 World Cup 2024: ન્યૂઝીલેન્ડે પ્રથમવાર જીત્યો મહિલા ટી-20 વર્લ્ડકપ, 'ચોકર્સ' સાઉથ આફ્રિકાનું સપનું ફરી તૂટ્યું

Women's T20 World Cup 2024: ન્યૂઝીલેન્ડની ટીમ ત્રીજી વખત મહિલા T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી

Women's T20 World Cup 2024: ન્યૂઝીલેન્ડે ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024નું ટાઇટલ જીતી લીધું છે. રવિવારે (20 ઓક્ટોબર) દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 32 રને હરાવ્યું હતું. દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 159 રનનો ટાર્ગેટ હતો, પરંતુ તે 9 વિકેટે 126 રન જ કરી શકી હતી. ન્યૂઝીલેન્ડે પ્રથમ વખત આ ટાઇટલ જીત્યું છે. દક્ષિણ આફ્રિકાનું ટાઈટલ જીતવાનું સપનું ફરી ચકનાચૂર થઈ ગયું. ન્યૂઝીલેન્ડની જીતમાં અમેલિયા કેરે મહત્વની ભૂમિકા ભજવી હતી. અમેલિયા કેરે 43 રન કર્યા હતા અને પછી 3 વિકેટ પણ ઝડપી હતી.

આફ્રિકન ટીમ સતત બીજી ફાઈનલ હારી ગઈ હતી

ન્યૂઝીલેન્ડની ટીમ ત્રીજી વખત મહિલા T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી. દક્ષિણ આફ્રિકાની ટીમ સતત બીજી ફાઈનલ રમી રહી હતી, પરંતુ આ વખતે પણ તેને નિરાશા હાથ લાગી હતી. ગયા વર્ષે દક્ષિણ આફ્રિકાને ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડની કેપ્ટનશીપ સોફી ડિવાઈને કરી રહી હતી. લૌરા વોલવાર્ડે દક્ષિણ આફ્રિકાની ટીમની કેપ્ટનશીપ સંભાળી હતી.

ફાઇનલ મેચમાં લક્ષ્યનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાની શરૂઆત સારી રહી હતી. કેપ્ટન વોલવાર્ડ અને તાજમિન બ્રિટ્સે મળીને પ્રથમ વિકેટ માટે 6.5 ઓવરમાં 51 રનની ભાગીદારી કરી હતી. જોકે, ઓપનિંગ પાર્ટનરશિપ તૂટતાં જ દક્ષિણ આફ્રિકાની ટીમ દબાણમાં આવી ગઈ અને નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી. દક્ષિણ આફ્રિકાની ટીમ તરફથી કેપ્ટન વોલવાર્ડે સૌથી વધુ 33 રનની ઇનિંગ રમી હતી. બ્રિટ્સે 17 રન અને ક્લો ટ્રાયોને 14 રનનું યોગદાન આપ્યું હતું. ન્યૂઝીલેન્ડ તરફથી એમેલિયા કેર અને રોઝમેરી મૈરે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.

આ પહેલા ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 5 વિકેટે 158 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી જ્યોર્જિયા એમેલિયા કેરે સૌથી વધુ 43 રન કર્યા હતા. કેરે 38 બોલનો સામનો કર્યો અને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે બ્રૂક હેલિડેએ 28 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 38 રન બનાવ્યા હતા. હાલિડે અને કેર વચ્ચે ચોથી વિકેટ માટે 44 બોલમાં 57 રનની ભાગીદારી થઈ હતી. ઓપનર બેટ્સમેન સુઝી બેટ્સે પણ 32 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી એન મ્લાબાએ બે વિકેટ ઝડપી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
Pushpa 2 Box Office Collection:  ‘…..તો પુષ્પા-2 ફિલ્મ સાવ ફ્લોપ ગઈ હોત!’, આ એક સપોર્ટને કારણે ફિલ્મ બ્લોકબસ્ટર બની
‘…..તો પુષ્પા-2 ફિલ્મ સાવ ફ્લોપ ગઈ હોત!’, આ એક સપોર્ટને કારણે ફિલ્મ બ્લોકબસ્ટર બની
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારના કેટલા ગાબડા?Hun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિનું પાપ, ડૉક્ટર-દર્દીને કેટલું નુકસાન?Junagadh News: KYC અપડેટની પ્રક્રિયાથી વિખેરાયેલા એક પરિવારનો થયો પુનઃમેળાપAmreli Lion Video: અમરેલી જિલ્લામાં સિંહોના ધામા, ઇંગોરાળા ગામે 4 પશુઓનું કર્યુ મારણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
Pushpa 2 Box Office Collection:  ‘…..તો પુષ્પા-2 ફિલ્મ સાવ ફ્લોપ ગઈ હોત!’, આ એક સપોર્ટને કારણે ફિલ્મ બ્લોકબસ્ટર બની
‘…..તો પુષ્પા-2 ફિલ્મ સાવ ફ્લોપ ગઈ હોત!’, આ એક સપોર્ટને કારણે ફિલ્મ બ્લોકબસ્ટર બની
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
PM Kisan: પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
એકનાથ શિંદે બેકફૂટ પર? ગૃહ મંત્રાલય કોને મળશે, વાંચો સંભવિત મંત્રાલયોની યાદી
એકનાથ શિંદે બેકફૂટ પર? ગૃહ મંત્રાલય કોને મળશે, વાંચો સંભવિત મંત્રાલયોની યાદી
Gujarat weather update: રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે સાથે અહીં પડશે માવઠું – અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે સાથે અહીં પડશે માવઠું – અંબાલાલ પટેલની આગાહીAmbalal Patel forecast
Embed widget