Women's T20WC 2024 Warm-Up: મહિલા ટી-20 વર્લ્ડકપ 2024ની તમામ તૈયારીઓ પૂર્ણ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ?
Women's T20WC 2024 Warm-Up: આ ટુર્નામેન્ટ 3 થી 20 ઓક્ટોબર દરમિયાન દુબઈમાં યોજાશે. જેમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે
Women’s T20 World Cup 2024 Warm-Up Schedule: આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ 2024 (Women’s T20 World Cup 2024)ની રાહ હવે પૂરી થવા જઈ રહી છે અને તમામ ટીમોએ મેચોની તૈયારી શરૂ કરી દીધી છે. આ ટુર્નામેન્ટ 3 થી 20 ઓક્ટોબર દરમિયાન દુબઈમાં યોજાશે. જેમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે. આ ટૂર્નામેન્ટ પહેલા કુલ 10 વોર્મ-અપ મેચો રમાશે. આ વોર્મ-અપ મેચો 28 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમિયાન યોજાશે.
વોર્મ-અપ મેચોનો કાર્યક્રમ
દરેક ટીમને બે વોર્મ-અપ મેચ રમવાની તક મળશે જેમાં તમામ ટીમો એકબીજા સામે ટકરાશે. ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ જેવી હરીફ ટીમો સામે ટક્કર લેવાની છે. તમામ દસ વોર્મ-અપ મેચો સાંજે 07.30 વાગ્યાથી રમાશે.
29 સપ્ટેમ્બર 2024
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા (ધ સેવન્સ સ્ટેડિયમ, દુબઈ)
ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ (ICC એકેડમી ગ્રાઉન્ડ નંબર 2, દુબઈ)
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈંગ્લેન્ડ (ICC એકેડમી ગ્રાઉન્ડ, દુબઈ)
30 સપ્ટેમ્બર 2024
સ્કોટલેન્ડ વિરુદ્ધ શ્રીલંકા (ધ સેવન્સ સ્ટેડિયમ, દુબઈ)
પાકિસ્તાન વિરુદ્ધ બાંગ્લાદેશ (ICC એકેડમી ગ્રાઉન્ડ નંબર 2, દુબઈ)
1 ઓક્ટોબર 2024:
વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા (ધ સેવન્સ સ્ટેડિયમ, દુબઈ)
ઇંગ્લેન્ડ વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ (ICC એકેડમી ગ્રાઉન્ડ નંબર 2, દુબઇ)
દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ભારત (ICC એકેડમી ગ્રાઉન્ડ, દુબઈ)
ભારતીય મહિલા ટીમ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, ઋચા ઘોષ (વિકેટકીપર), યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), પૂજા વસ્ત્રાકર, અરુંધતિ રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, દયાલન હેમલતા, આશા શોભના, રાધા યાદવ, શ્રેયંકા પાટીલ, સજના સજીવન.
રિઝર્વ ખેલાડીઓઃ ઉમા ચેત્રી (વિકેટકીપર), તનુજા કંવર, સાયમા ઠાકોર
વોર્મ-અપ મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ
વિમેન્સ ટી20 વર્લ્ડ કપ 2024ની તમામ વોર્મ-અપ મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હોટસ્ટાર પર કરવામાં આવશે. દર્શકો પણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર સમગ્ર ટુર્નામેન્ટનો આનંદ માણી શકશે.