AUS vs ENG: ઓસ્ટ્રેલિયા સામે પણ ઈંગ્લેન્ડ હાર્યું, વર્લ્ડ કપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયનની છઠ્ઠી હાર
AUS vs ENG Full Highlights: ઇંગ્લેન્ડ, તેની જૂની પરંપરાને આગળ વધારતા, વર્લ્ડ કપ 2023મા વધુ એક મેચ ગુમાવી દીધી. આ વખતે ઈંગ્લિશ ટીમને ઓસ્ટ્રેલિયા સામે 33 રને હાર મળી હતી.
AUS vs ENG Full Highlights: ઇંગ્લેન્ડ, તેની જૂની પરંપરાને આગળ વધારતા, વર્લ્ડ કપ 2023મા વધુ એક મેચ ગુમાવી દીધી. આ વખતે ઈંગ્લિશ ટીમને ઓસ્ટ્રેલિયા સામે 33 રને હાર મળી હતી, જે બટલરની આગેવાની હેઠળની ઈંગ્લેન્ડની સતત પાંચમી હાર હતી. ટાર્ગેટનો પીછો કરતી વખતે ઈંગ્લેન્ડ માટે બેન સ્ટોક્સે 2 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 65 રન બનાવ્યા હતા અને મલાને 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 50 રન બનાવ્યા હતા, જે ટીમને કોઈપણ રીતે ટીમને કામ ન આવ્યા. ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ઝમ્પાએ 3 વિકેટ ઝડપી હતી. ઝમ્પાએ બેટિંગમાં 29 રન બનાવ્યા હતા.
Adam Zampa shined in all three departments to take home the @aramco #POTM 👊#CWC23 | #ENGvAUS pic.twitter.com/DkxrL3I1aP
— ICC (@ICC) November 4, 2023
મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું અને ઓસ્ટ્રેલિયાને 49.3 ઓવરમાં 286 રનમાં ઓલઆઉટ કરી દીધું. ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ વોક્સે 4 વિકેટ ઝડપી હતી. ઇનિંગ્સના અંત પછી, એવું લાગતું હતું કે ઇંગ્લિશ ટીમ 287 રનનો લક્ષ્યાંક હાંસલ કરીને આજે તેની બીજી જીત હાંસલ કરશે, પરંતુ ટૂર્નામેન્ટની સાતમી મેચમાં તેને છઠ્ઠી હારનો સામનો કરવો પડ્યો.
ઇંગ્લેન્ડે શરૂઆતમાં જ વિકેટો ગુમાવી દીધી
રનનો પીછો કરવા આવેલી ઇંગ્લેન્ડને ઇનિંગ્સના પહેલા જ બોલ પર જોની બેરિસ્ટોના રૂપમાં ફટકો પડ્યો હતો, જેને નવા બોલ સાથે આવેલા મિચેલ સ્ટાર્કે પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ત્યાર બાદ પાંચમી ઓવરમાં ટીમની કરોડરજ્જુ કહેવાતો જો રૂટ 13 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. રૂટ પણ સ્ટાર્કના હાથે કેચ થયો હતો. જોકે, ત્રીજી વિકેટ માટે ઓપનર ડેવિડ મલાન અને સ્ટાર બેટ્સમેન બેન સ્ટોક્સે 84 રન (108 બોલ)ની ભાગીદારી કરી હતી, જેને કાંગારૂ કેપ્ટન પેટ કમિન્સે 23મી ઓવરમાં મલાનને આઉટ કરીને તોડી હતી. માલન 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 50 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ થોડા સમય બાદ એટલે કે 26મી ઓવરમાં કેપ્ટન જોસ બટલર માત્ર 1 રન બનાવીને એડમ ઝમ્પાનો શિકાર બન્યો હતો.
ત્યારપછી મોઈન અલી અને બેન સ્ટોક્સ વચ્ચે પાંચમી વિકેટ માટે 63 રન (62 બોલ)ની ભાગીદારી થઈ હતી જેને ઝમ્પાએ 36મી ઓવરમાં સારી ઈનિંગ રમી રહેલા સ્ટોક્સને આઉટ કરીને તોડી નાખી હતી. સ્ટોક્સે 2 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 64 રન બનાવ્યા હતા. આ રીતે ઈંગ્લેન્ડની પાંચમી વિકેટ 169ના સ્કોર પર પડી.
ત્યારબાદ 37મી ઓવરમાં મોટી હિટ ફટકારવાની ક્ષમતા ધરાવતો લિયામ લિવિંગસ્ટોન 02 રન પર, પોતાની હાફ સેન્ચુરી તરફ આગળ વધી રહેલો મોઈન અલી 40મી ઓવરમાં 42 રન પર, ડેવિડ વિલી 15 રન પર, ક્રિસ વોક્સ 48મી ઓવરમાં 32 રન પર અને આદિલ રાશિદ 49મી ઓવરમાં 20 રનમાં 10મી વિકેટ તરીકે આઉટ થયો હતો.
આવી રહી ઓસ્ટ્રેલિયાની બોલિંગ
ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ઝમ્પાએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે 10 રનમાં માત્ર 21 રન જ ખર્ચ્યા હતા. આ સિવાય મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ અને કેપ્ટન પેટ કમિન્સે 2-2 વિકેટ લીધી હતી. જ્યારે માર્કસ સ્ટોઈનિસને 1 સફળતા મળી હતી.