WC 2023: વર્લ્ડકપ પહેલા ભારતીય ટીમનું શિડ્યૂલ છે એકદમ વ્યસ્ત, આ ચાર દેશો સામે રમવાની છે ઉપરાછાપરી મેચો, જુઓ.....
ટીમ ઈન્ડિયા જુલાઈ-ઓગસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ ટી-20 મેચોની સીરીઝ રમશે. આ પછી ઓગસ્ટમાં જ આયર્લેન્ડ સામે ત્રણ મેચની ટી-20 સીરીઝ રમવાની છે
Team India Schedule World Cup 2023: આઇસીસી દ્વારા ગઇકાલે આગામી ક્રિકેટના મહાકુંભ ક્રિકેટ વનડે વર્લ્ડકપ 2023નું શિડ્યૂલ જાહેર કરી દેવામાં આવ્યુ છે. આ વખતે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટૂર્નામેન્ટની ઓપનિંગ મેચ 5 ઓક્ટોબરે રમાશે. વળી, ટીમ ઇન્ડિયા પોતાની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમશે. જોકે, આ બધાની વચ્ચે વર્લ્ડકપ પહેલા ભારતીય ટીમનું શિડ્યૂલ ખુબ જ વ્યસ્ત રહેવાની વાત સામે આવી છે. એશિયા કપની સાથે સાથે ભારતીય ટીમ ચાર ટીમો સાથે સીરીઝ રમશે. ટીમ ઈન્ડિયા જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે. આ પછી પણ ભારતે મેચ રમવાવી છે.
ટીમ ઈન્ડિયા જુલાઈ-ઓગસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ ટી-20 મેચોની સીરીઝ રમશે. આ પછી ઓગસ્ટમાં જ આયર્લેન્ડ સામે ત્રણ મેચની ટી-20 સીરીઝ રમવાની છે. ભારતીય ટીમ સપ્ટેમ્બરમાં એશિયા કપ 2023માં ભાગ લેશે. આ પછી આ જ મહિનામાં અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામે 3-3 વનડેની સીરીઝ રમાશે. આ મહિના પછી ઓક્ટોબરમાં વર્લ્ડકપ શરૂ થશે. તેથી રોહિત શર્માની આગેવાની વાળી ટીમ વર્લ્ડકપ પહેલા ખૂબ જ વ્યસ્ત રહેશે.
ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ બાદ આયર્લેન્ડ વિરુદ્ધ મેચ રમશે. ભારત અને આયર્લેન્ડ વચ્ચે 18 ઓગસ્ટે પ્રથમ T20 મેચ રમાશે. આ પછી સીરીઝની બીજી મેચ 20 ઓગસ્ટે રમાશે. સીરીઝની ત્રીજી મેચ 23 ઓગસ્ટે રમાશે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ વર્લ્ડકપ 2023માં પોતાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમશે. આ પછી 11 ઓક્ટોબરે અફઘાનિસ્તાન સામે મેચ રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદમાં મેચ રમાશે. ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે આ વખતે ટીમ ઈન્ડિયાની પાંચ મેચ રવિવારે રમાશે. ભારતીય ટીમ રવિવારે ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. આ મેચો 8, 15, 22, 29 ઓક્ટોબર અને 5 નવેમ્બરે રમાશે.
🚨🚨 Team India's fixtures for ICC Men's Cricket World Cup 2023 👇👇
— BCCI (@BCCI) June 27, 2023
#CWC23 #TeamIndia pic.twitter.com/LIPUVnJEeu
🗣️🗣️ We look forward to preparing well and being at our best this October-November #TeamIndia Captain @ImRo45 is all in readiness ahead of the #CWC23 👌👌 pic.twitter.com/ZlV8oNGJ04
— BCCI (@BCCI) June 27, 2023
The race for the final two #CWC23 spots is heating up 🔥
— ICC (@ICC) June 27, 2023
How the Super Six standings look at the end of the Qualifier group stages 👀 pic.twitter.com/B2xTVFb72V
Join Our Official Telegram Channel: