World Cup 2023: ODI વર્લ્ડ કપ શેડ્યૂલ લીક! 10 ટીમો વચ્ચે 48 મેચ રમાશે, જાણો ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ શેડ્યૂલ
ODI World Cup 2023: ODI વર્લ્ડ કપ 2023 ના સંભવિત શેડ્યૂલ મુજબ, ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે. ટુર્નામેન્ટમાં 10 ટીમો વચ્ચે કુલ 48 મેચ રમાશે.
World Cup 2023 Schedule: આ વખતે ODI વર્લ્ડ કપ 2023 ભારતની યજમાનીમાં રમાશે. અગાઉ 2011માં ભારતે બાંગ્લાદેશ અને શ્રીલંકા સાથે મળીને ODI વર્લ્ડ કપની યજમાની કરી હતી. જોકે, આ વખતે ભારત એકલા હાથે ODI વર્લ્ડ કપની યજમાની કરશે. આ ટુર્નામેન્ટ ઓક્ટોબરથી નવેમ્બર વચ્ચે રમાશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCIએ વર્લ્ડ કપ માટે શેડ્યૂલ તૈયાર કરી લીધો છે. રિપોર્ટ્સ અનુસાર, ICCએ આ શેડ્યૂલ તમામ દેશોને મોકલી આપ્યો છે.
ડ્રાફ્ટ શેડ્યૂલ મુજબ 10 ટીમો વચ્ચે કુલ 48 મેચો રમાશે. તમામ દેશોની સંમતિ મળ્યા બાદ શિડ્યુલ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. ડ્રાફ્ટ શેડ્યૂલ મુજબ વર્લ્ડ કપની પહેલી મેચ 5 ઓક્ટોબરે અને ફાઈનલ મેચ 19 નવેમ્બરે રમાઈ શકે છે. પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટક્કર થઈ શકે છે. બંને ટીમો 2019ના વર્લ્ડ કપમાં ફાઈનલ રમી હતી.
બીજી તરફ 15 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ જોવા મળી શકે છે. બંને વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ શકે છે. આ સિવાય વર્લ્ડકપની ફાઈનલ મેચ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ શકે છે.
લખનૌના એકાના સ્ટેડિયમમાં પ્રથમ વખત વર્લ્ડ કપની મેચો યોજાઈ શકે છે
આ વખતે વર્લ્ડ કપની મેચો લખનૌના એકાના સ્ટેડિયમમાં પણ યોજાઈ શકે છે. અહીં 29 ઓક્ટોબરે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મુકાબલો થઈ શકે છે. વર્લ્ડ કપ માટે એકાના સ્ટેડિયમમાં નવી પીચ બનાવવામાં આવી છે. કાનપુર પછી લખનૌ ઉત્તર પ્રદેશનું બીજું શહેર હશે જ્યાં વર્લ્ડ કપની મેચો રમાશે.
ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ શેડ્યૂલ આ પ્રકારનું હોઈ શકે છે
અહેવાલો અનુસાર, ભારતીય ટીમ ODI વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાં કુલ 9 લીગ મેચ રમશે, જેમાં પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમાશે. આ ઉપરાંત સાતમી અને નવમી મેચ ક્વોલિફાયર ટીમો સાથે રમાશે.
ભારત vs ઓસ્ટ્રેલિયા - 8 ઓક્ટોબર, ચેન્નાઈ
ભારત vs અફઘાનિસ્તાન - 11 ઓક્ટોબર, દિલ્હી
ભારત vs પાકિસ્તાન - 15 ઓક્ટોબર
ભારત vs બાંગ્લાદેશ - 19 ઓક્ટોબર, પુણે
ભારત vs ન્યુઝીલેન્ડ - 22 ઓક્ટોબર, ધર્મશાલા
ભારત vs ઈંગ્લેન્ડ - 29 ઓક્ટોબર, લખનૌ
ભારત vs ક્વોલિફાયર - 2 નવેમ્બર, મુંબઈ
ભારત vs દક્ષિણ આફ્રિકા - 5 નવેમ્બર, કોલકાતા
ભારત vs ક્વોલિફાયર - 11 નવેમ્બર, બેંગલુરુ