World Cup 2023: PCB ચીફ નજમ શેઠીએ કહ્યુ- વર્લ્ડકપ રમવા માટે ભારત નહી આવે પાકિસ્તાનની ટીમ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા નજમ સેઠીએ ફરી એકવાર વર્લ્ડકપને લઇને નિવેદન આપ્યું છે
Najam Sethi On World Cup 2023: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા નજમ સેઠીએ ફરી એકવાર વર્લ્ડકપને લઇને નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે પાકિસ્તાનની ટીમ 2023 વર્લ્ડ કપમાં ભારતના પ્રવાસે નહીં જાય. પીસીબી ચીફના જણાવ્યા અનુસાર, 'પાકિસ્તાન ટીમ પોતાની વર્લ્ડ કપ મેચો ન્યુટ્રલ ગ્રાઉન્ડ પર રમવા માંગે છે.' તેમણે કહ્યું હતું કે 'જેમ ભારતે એશિયા કપમાં પાકિસ્તાન ન આવવાનો અને ન્યૂટ્રલ મેદાન પર મેચ રમવાનો નિર્ણય લીધો છે, તેવી જ રીતે પાકિસ્તાનની ટીમ પણ તેની વર્લ્ડ કપની મેચો ભારતમાં નહીં પરંતુ તટસ્થ મેદાન પર રમશે. આ મામલે પૂર્વ ક્રિકેટર અતુલ વાસને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમનું કહેવું છે કે જો પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપમાં ભારતમાં નહીં રમે તો તેના પર પ્રતિબંધ લાગી શકે છે.
પાકિસ્તાન પર પ્રતિબંધ લાગી શકે છે
પૂર્વ ક્રિકેટર અતુલ વાસને PCB ચીફ નજમ સેઠીના એ નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે. એબીપી ન્યૂઝ સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે જો પાકિસ્તાન વર્લ્ડ કપનો બહિષ્કાર કરે છે તો તેના પર કાયમ માટે પ્રતિબંધ લગાવી શકાય છે'. તેમના મતે, 'જો ભારતીય ટીમ પાકિસ્તાન એશિયા કપ રમવા નથી જઈ રહી તો તેના અન્ય કારણો છે. જો તે વર્લ્ડ કપમાં નહીં રમે તો તેને નુકસાન સહન કરવું પડશે. પાકિસ્તાનનું નુકસાન ઘણું મોટું છે.
નજમ સેઠીએ શું કહ્યું?
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા નજમ સેઠીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, 'પાકિસ્તાન વર્લ્ડ કપમાં ભારતનો પ્રવાસ નહીં કરે. અમે ઈચ્છીએ છીએ કે અમારી વર્લ્ડ કપ મેચો માત્ર તટસ્થ મેદાન પર જ રમાય. પીસીબી ચીફના જણાવ્યા અનુસાર સુરક્ષાની કોઈ સમસ્યા નથી. અમે ભારત સામે કેટલીક મેચ રમી શકીએ છીએ. અમે અન્ય ટીમો સામે ન્યુટ્રલ ગ્રાઉન્ડ પર મેચ રમી શકીએ છીએ. અમે સમાધાન કરવા તૈયાર છીએ'.
Irfan Pathan Meets Dhoni: ધોનીને પગમાં થઈ છે ઈજા, ઈરફાન પઠાણે શેર કરેલી તસવીર થઈ વાયરલ
IPL 2023: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2023)માં ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) આ સિઝનમાં શાનદાર રીતે આગળ વધી રહી છે. બુધવારે દિલ્હી કેપિટલ્સને હરાવીને તે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. આ સિઝનમાં તેનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (એમએસ ધોની) પણ શાનદાર લયમાં છે અને તે ટીમ માટે નાની પણ મહત્વપૂર્ણ મેચ-વિનિંગ ઇનિંગ્સ રમી રહ્યો છે. ધોનીએ પણ આ મેચમાં 9 બોલમાં 20 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે રવિન્દ્ર જાડેજા સાથે 7મી વિકેટ માટે 38 રનની ભાગીદારી પણ કરી હતી.
આ અવસર પર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે 41 વર્ષનો મહેન્દ્ર સિંહ ધોની પોતાના ઘૂંટણની સમસ્યાથી કેવી રીતે સંઘર્ષ કરી રહ્યો છે. ધોનીને ઘૂંટણની સમસ્યા છે અને તેના ઘૂંટણ પર અચાનક તણાવ આવવાથી તે દુખવા લાગે છે અને તેને ચાલવામાં પણ તકલીફ થાય છે. આવી સ્થિતિમાં જ્યારે તે દોડતો હતો ત્યારે પણ તે મુશ્કેલીમાં જોવા મળ્યો હતો.
જો કે, તેની બેટિંગ પછી, ધોનીએ આ મેચમાં આખી 20 ઓવર માટે વિકેટકીપિંગ પણ કર્યું અને તેની ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. જો કે ધોનીને પરેશાન જોઈને ભારતીય ટીમમાં તેની સાથે રમનાર પૂર્વ ફાસ્ટ બોલર ઈરફાન પઠાણ પણ નિરાશ જોવા મળ્યો હતો. તેણે કહ્યું કે જેને મેં ચિતાની જેમ દોડતા જોયા છે, તેને અહીં પીડામાં જોઈને મારું હૃદય તૂટી ગયું