શોધખોળ કરો

World Cup 2023 Points Table: ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે પોઈન્ટ ટેબલમાં કર્યો મોટો ઉલટફેર  

ભારતીય ટીમે ICC ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડ સામેના 20 વર્ષના દુકાળ અંત લાવ્યો અને ધર્મશાલા મેદાન પર વર્લ્ડ કપ 2023ની 21મી મેચમાં કિવી ટીમને 4 વિકેટથી હરાવ્યું.

World Cup 2023 Points Table After IND vs NZ: ભારતીય ટીમે ICC ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડ સામેના 20 વર્ષના દુકાળ અંત લાવ્યો અને ધર્મશાલા મેદાન પર વર્લ્ડ કપ 2023ની 21મી મેચમાં કિવી ટીમને 4 વિકેટથી હરાવ્યું. આ જીત સાથે રોહિત શર્માની કેપ્ટનશિપવાળી ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023 પોઈન્ટ ટેબલમાં નંબર વનનો તાજ હાંસિલ કર્યો, જે મેચ પહેલા ન્યુઝીલેન્ડ પાસે હતો. હાર બાદ ન્યુઝીલેન્ડ બીજા સ્થાને સરકી ગયું છે. જ્યારે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડની હાલત ખરાબ થઈ ગઈ છે.

ટૂર્નામેન્ટમાં ભારતની આ સતત પાંચમી જીત હતી. મેચ પહેલા, ન્યુઝીલેન્ડ પણ 2023 વર્લ્ડ કપમાં એકપણ મેચ હાર્યું ન હતું, પરંતુ ટીમ ઇન્ડિયાએ તેની જીતનો સિલસિલો અટકાવ્યો હતો.  ભારતીય ટીમ હાલમાં એવી ટીમ છે જેણે ટેબલમાં સૌથી વધુ 10 પોઈન્ટ મેળવ્યા છે. ન્યુઝીલેન્ડ 8 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.

આ ટીમો ટોપ-4માં સામેલ છે, ઈંગ્લેન્ડ-પાકિસ્તાન બહાર 

ટોપ-4 ટીમોની વાત કરીએ તો ભારતીય ટીમ પ્રથમ સ્થાને અને ન્યુઝીલેન્ડ બીજા સ્થાને જોવા મળી રહી છે. ન્યૂઝીલેન્ડે 5માંથી 4 મેચમાં વિજયની રેખા પાર કરી છે. દક્ષિણ આફ્રિકા ટોપ-4ની યાદીમાં ત્રીજા સ્થાને જોવા મળે છે, જેણે ટુર્નામેન્ટમાં 4માંથી 3 મેચ જીતી છે અને 6 પોઈન્ટ અને +2.212નો નેટ રન રેટ હાંસલ કર્યો છે. યાદીના અંતે, એટલે કે, ઓસ્ટ્રેલિયા ચોથા સ્થાને છે, જેણે 4માંથી 2 મેચ જીતીને 4 પોઈન્ટ મેળવ્યા છે. જો કે, કાંગારૂ ટીમનો નેટ રન રેટ નકારાત્મક (-0.193) છે.

બીજી ટીમોની પણ આ જ હાલત છે

બાકીની ટીમોમાં, પાકિસ્તાન 4 મેચ પછી 4 પોઈન્ટ અને નેગેટિવ -0.456 નેટ રનરેટ સાથે પાંચમા ક્રમે છે, બાંગ્લાદેશ 4 મેચ પછી 2 પોઈન્ટ અને નેગેટિવ -0.784 નેટ રનરેટ સાથે છઠ્ઠા સ્થાને છે, નેધરલેન્ડ 2 પોઈન્ટ અને નેગેટિવ -0.790 નેટ રનરેટ સાથે સાતમા ક્રમે છે. શ્રીલંકા 2 પોઈન્ટ અને નેગેટીવ -1.048 નેટ રનરેટ સાથે આઠમા સ્થાને છે, ઈંગ્લેન્ડ 2 પોઈન્ટ અને નેગેટિવ -1.248 નેટ રનરેટ સાથે નવમા સ્થાને છે અને અફઘાનિસ્તાન 2 પોઈન્ટ અને નેગેટિવ નેટ રનરેટ સાથે દસમા સ્થાને છે. નોંધનીય છે કે આ સ્ટોરી લખાઈ ત્યાં સુધી માત્ર ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 5-5 મેચ રમાઈ છે જ્યારે અન્ય ટીમો 4-4 મેચ રમી છે. 

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget