SA vs SL: દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ કપમાં કરી ધમાકેદાર શરુઆત, શ્રીલંકાને 102 રને હરાવ્યું
South Africa Vs Sri Lanka: દક્ષિણ આફ્રિકાએ ODI વર્લ્ડ કપ 2023 ની શરૂઆત જીત સાથે કરી છે. પ્રથમ મેચમાં આફ્રિકાએ શ્રીલંકાને 102 રને હરાવ્યું હતું. આ મેચમાં આફ્રિકા તરફથી ત્રણ સદી જોવા મળી હતી.
South Africa Vs Sri Lanka: દક્ષિણ આફ્રિકાએ ODI વર્લ્ડ કપ 2023 ની શરૂઆત જીત સાથે કરી છે. પ્રથમ મેચમાં આફ્રિકાએ શ્રીલંકાને 102 રને હરાવ્યું હતું. આ મેચમાં આફ્રિકા તરફથી ત્રણ સદી જોવા મળી હતી, જેમાં એડન માર્કરમે રેકોર્ડ બનાવ્યો હતો અને 49 બોલમાં ODI વર્લ્ડ કપની સૌથી ઝડપી સદી ફટકારી હતી. આ સિવાય ક્વિન્ટન ડી કોક અને રાસી વાન ડેર ડુસેને પણ સદીની ઇનિંગ્સ રમી હતી. આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરી અને 50 ઓવરમાં કુલ 428/5 રન બનાવ્યા. જેના જવાબમાં શ્રીલંકા 326 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.
લંકાની શરૂઆત સારી રહી ન હતી
વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકાએ બીજી ઓવરમાં જ પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. ટીમનો ઓપનર પથુમ નિસાંકા ખાતુ ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ થોડીવાર માટે ટીમનો સ્કોર વધ્યો અને 8મી ઓવરના છેલ્લા બોલ પર લંકાએ બીજી વિકેટ ગુમાવી. આ વખતે કુસલ પરેરા 7 (15) રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. આ દરમિયાન ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવેલા કુસલ મેન્ડિસે પોતાની વિસ્ફોટક ઈનિંગથી ટીમને આશા જગાવી હતી.
Most runs in a match 🤝
— ICC (@ICC) October 7, 2023
Highest team total 🏏
Fastest ever century 💥
A string of men’s Cricket World Cup records tumbled in Delhi!
Read all about the astonishing #CWC23 #SAvSL match 👇https://t.co/vqRiUt42Ns
પરંતુ 12મી ઓવરના ચોથા બોલ પર મેન્ડિસ પણ આઉટ થઈ ગયો હતો. મેન્ડિસે 42 બોલમાં 180.95ના સ્ટ્રાઈક રેટથી 76 રનની ઈનિંગ રમી હતી, જેમાં તેણે 4 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. આ રીતે લંકાએ 109 રનના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ થોડા સમય બાદ એટલે કે 14મી ઓવરમાં શ્રીલંકાને ચોથો ઝટકો લાગ્યો હતો. આ વખતે સાદિરા સમરવિક્રમા 23 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
ચરિથ અસલંકા અને દાસુનની ઇનિંગ્સ નિરર્થક ગઈ
પાંચમા નંબરે બેટિંગ કરવા આવેલા ચરિથ અસલંકાએ ફરી એકવાર શ્રીલંકાના ચાહકોની આશા જીવંત કરી હતી. તેણે 65 બોલમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 79 રનની ઇનિંગ રમી હતી. જોકે, આ દરમિયાન શ્રીલંકાએ 150 રનના સ્કોર પર ધનંજય ડી સિલ્વા (11)ના રૂપમાં 5મી વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ અસલંકા 32મી ઓવરના છેલ્લા બોલ પર લુંગી એનગિડીનો શિકાર બન્યો હતો.
ત્યાર પછી 33મી ઓવરમાં ડુનિથ વેલ્લાલાગે ગોલ્ડ ડકનો શિકાર બનીને પેવેલિયન પરત ફર્યો હતો અને 40મી ઓવરમાં કેપ્ટન દાસુન શનાકા 68 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી કુસન રાજિતાએ 44મી ઓવરમાં પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. રાજીથા 33 રન બનાવીને આફ્રિકન ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોએત્ઝીનો શિકાર બન્યો હતો. ત્યારબાદ આખરે કાગીસો રબાડાએ મથિશા પથિરાનાને બોલ્ડ કરીને મેચનો અંત લાવ્યો હતો.
આફ્રિકાની બોલિંગ આવી રહી
ટીમ તરફથી ગેરાલ્ડ કોએત્ઝીએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. જ્યારે માર્કો જેનુસે 10 ઓવરમાં 9.20ની ઈકોનોમી પર 92 રન આપીને 2 વિકેટ લીધી હતી. આ સિવાય રબાડા અને કેશવ મહારાજે 2-2 વિકેટ લીધી હતી. જ્યારે એનગીડીને 1 સફળતા મળી હતી.