World Cup 2023: ભારત અને પાકિસ્તાનની મેચની તારીખ બદલાઇ, હવે આ દિવસે રમાશે મેચ
ક્રિકેટ વર્લ્ડકપ 2023નું શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. તે શિડ્યૂલ પ્રમાણે, ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાની હતી,
World Cup 2023: ક્રિકેટનો મહાકુંભ આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2023 આગામી 5મી ઓક્ટોબરે શરૂ થઇ રહ્યો છે, આ વખતે વર્લ્ડકપ ભારતમાં રમાવવાનો છે. છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચા હતી કે ભારત અને પાકિસ્તાનની મેચો બદલાઇ શકે છે, હવે આ સમાચાર પર મહોર મારવામાં આવી છે, એટલે કે હવે ભારત અને પાકિસ્તાનની ટીમો 14 ઓક્ટોબરે આમને-સામને ટકરાશે, જોકે, એવું માનવામાં આવી રહ્યું હતું કે ભારત-પાકિસ્તાનની મેચ 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, પરંતુ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે ટીમ ઈન્ડિયાનો મુકાબલો 14 ઓક્ટોબરે બાબર આઝમની ટીમ સાથે થશે.
ભારત-પાકિસ્તાન મેચોની તારીખો કેમ બદલવામાં આવી ?
હાલમાં જ ક્રિકેટ વર્લ્ડકપ 2023નું શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. તે શિડ્યૂલ પ્રમાણે, ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાની હતી, પરંતુ હવે કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ખરેખરમાં, નવરાત્રિનો પહેલો દિવસ 15 ઓક્ટોબરે છે. જેના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જોકે હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 15 ઓક્ટોબરના બદલે 14 ઓક્ટોબરે રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચના સ્થળમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
ભારતીય ટીમનું વર્લ્ડકપમાં અભિયાન
રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ વર્લ્ડકપ 2023માં પોતાના અભિયાનની શરૂઆત ઓસ્ટ્રેલિયા સામેની મેચથી કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ મેચ 8 ઓક્ટોબરે રમાશે. બંને ટીમો 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં આમને-સામને ટકરાશે. જોકે, વિશ્વકપની પ્રથમ મેચ 5 ઓક્ટોબરે રમાશે. જ્યારે આ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. વર્લ્ડકપ 2023ની ટાઈટલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ રીતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ટૂર્નામેન્ટની પ્રથમ અને છેલ્લી મેચનું આયોજન કરશે.
વર્લ્ડકપમાં આ બેટ્સમેન નંબર 4 પર આવશે બેટિંગમાં ?
ભારતીય ક્રિકેટ ટીમના છેલ્લા કેટલાય વર્ષોથી નંબર ચારની બેટિંગ પૉઝિશન સામે ઝઝૂમી રહી છે, વર્ષ 2019ના વનડે વર્લ્ડકપમાં પણ ચાર નંબરના બેટ્સમેનની પૉઝિશનને લઇને વર્લ્ડકપમાંથી ટીમ ઇન્ડિયાને બહાર થવાનો વારો આવ્યો હતો. હવે આ મામલે સંજૂ સેમસનનું નામ ટૉપ પર ચર્ચાઇ રહ્યું છે. વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમસનને લાંબા સમય સુધી બહાર રહેવું પડ્યું હતું. તેને લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયામાં કમબેક કર્યુ છે. સેમસને વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી વનડેમાં શાનદાર અડધી સદી ફટકારી હતી. આ મેચમાં તે ચોથા નંબર પર રમ્યો હતો. ટીમ ઈન્ડિયાની નંબર 4 બેટિંગની સ્થિતિ ઘણા સમયથી સમસ્યાનો સામનો કરી રહી છે. આ નંબર પર ભારતે ઘણા બેટ્સમેનોને તક આપી, પરંતુ કોઈ પણ અપેક્ષા મુજબ જીવ્યું નહીં. એક રિપોર્ટ પ્રમાણે આગામી વર્લ્ડકપ માટે અત્યારે નંબર ચારની પૉઝિશન પર બેટિંગ માટે સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર અને અજિંક્યે રહાણેનું પણ નામ ચર્ચાઇ રહ્યું છે. જોકે આ બધાની વચ્ચે હવે સંજૂ સેમસને બધાના દિલ જીતી લીધા છે.
સેમસન 2023 વર્લ્ડકપ માટે ભારતની નંબર 4ની સમસ્યા હલ કરી શકે છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી વનડેમાં ચોથા નંબરે બેટિંગ કરતા તેને 41 બૉલનો સામનો કર્યો અને 51 રન બનાવ્યા. સેમસનની ઇનિંગમાં 4 છગ્ગા અને 2 ચોગ્ગા સામેલ હતા. બીજી વનડેમાં તે નંબર 3 પર રમ્યો હતો, પરંતુ સફળ થયો ન હતો. આ મેચમાં તે 19 બૉલમાં 9 રન બનાવીને આઉટ થયો હતો. ટીમ ઈન્ડિયા ઓગસ્ટમાં આયર્લેન્ડના પ્રવાસ બાદ સપ્ટેમ્બરમાં એશિયા કપ 2023માં રમશે. જો સંજૂને વધુ તક મળશે તો તે વધુ સારું પ્રદર્શન કરી શકશે.
સેમસને જુલાઈ 2021માં ભારત માટે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તે અત્યાર સુધી માત્ર 13 મેચ જ રમી શક્યો છે. આ દરમિયાન 390 રન બનાવ્યા. સેમસનનો શ્રેષ્ઠ વનડે સ્કૉર અણનમ 86 રન હતો. તેને 3 અડધી સદી ફટકારી હતી. જો આપણે T20 ફોર્મેટની વાત કરીએ તો તેને જુલાઈ 2015માં ડેબ્યૂ કર્યું હતું. તે આ ફોર્મેટમાં માત્ર 17 મેચ જ રમી શક્યો હતો. તેને T20માં ભારત માટે 301 રન બનાવ્યા અને અડધી સદી ફટકારી.
ભારતે વનડેમાં નંબર 4 પર ઘણા ખેલાડીઓને તક આપી છે. શ્રેયસ અય્યરે ચોથા નંબર પર 20 મેચ રમી છે અને આ સમયગાળા દરમિયાન તેને 805 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને 2 સદી અને 5 અડધી સદી ફટકારી હતી. અય્યર ઈજાના કારણે ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો છે. પરંતુ તેઓ ટૂંક સમયમાં પુનરાગમન કરી શકે છે. કેએલ રાહુલની વાત કરીએ તો, તેને વનડે ફોર્મેટમાં ઓપનિંગથી છઠ્ઠા નંબર સુધી બેટિંગ કરી છે. ચોથા નંબર પર બેટિંગ કરતા તેને 7 મેચ રમી અને 241 રન બનાવ્યા. રાહુલ પણ ઈજાના કારણે ટીમ ઈન્ડિયાની બહાર છે. રાહુલ પણ પુનરાગમનની તૈયારી કરી રહ્યો છે.