WC 2023: આ ગુજરાતીની કિસ્મત ચમકી, પહેલીવાર રમશે વનડે વર્લ્ડકપ, જાણો શું હશે ટીમમાં ભૂમિકા
આ ટીમમાં એક નામે બધાનું ધ્યાન ખેંચ્યુ છે, અને તે છે અક્ષર પટેલ. અક્ષર પટેલ ગુજરાતી ક્રિકેટર છે, અને છેલ્લા બે ત્રણ વર્ષથી ટીમ ઇન્ડિયામાં માટે જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યો છે
India World Cup 2023 Squad Announcement: આજે બીસીસીઆઇએ દ્વારા આઇસીસી વનડે વર્લ્ડકપ 2023 માટેની ભારતીય ટીમને જાહેર કરવામાં આવી છે. વનડે વર્લ્ડકપ 2023 શરૂ થવામાં હવે માત્ર 30 દિવસનો જ સમય બાકી રહ્યો છે. આવામાં તમામ ટીમોએ પોતાના શ્રેષ્ઠ સંભવિત 15 ખેલાડીઓની પસંદગી શરૂ કરી દીધી છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડે વર્લ્ડકપ 2023 માટે 18 સભ્યોની પોતાની ટીમોની જાહેરાત પણ કરી દીધી હતી, હવે આજે યજમાન ભારતે પણ આ મેગા ઇવેન્ટ માટે પોતાના શ્રેષ્ઠ 15 ખેલાડીઓના નામની જાહેરાત કરી છે. વર્લ્ડકપ ટ્રોફી જીતવાની જવાબદારી આ 15 ખેલાડીઓ પર રહેશે.
પરંતુ આ ટીમમાં એક નામે બધાનું ધ્યાન ખેંચ્યુ છે, અને તે છે અક્ષર પટેલ. અક્ષર પટેલ ગુજરાતી ક્રિકેટર છે, અને છેલ્લા બે ત્રણ વર્ષથી ટીમ ઇન્ડિયામાં માટે જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યો છે, આ કારણે તેની કિસ્મત વર્લ્ડકપમાં ચમકી છે. 29 વર્ષીય સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ હવે આગામી વનડે વર્લ્ડકપમાં ભારતીય ટીમમાં ઓલરાઉન્ડરની ભૂમિકા નિભાવતો દેખાશે. ખાસ વાત છે કે, આ વનડે વર્લ્ડકપની ભારતીય ટીમ ચાર ભારતીયોથી ભરેલી છે.
અક્ષર પટેલની કેવી છે વનડે કેરિયર -
ગુજરાતી સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલની વાત કરીએ તો, હાલમાં જ તેને ટી20 વર્લ્ડકપમાં સ્થાન મળ્યુ હતુ, અને હવે તેને વનડે વર્લ્ડકપ માટેની ભારતીય ટીમમાં પણ સ્થાન મળ્યુ છે. અક્ષર પટેલે અત્યાર સુધી કુલ 52 વનડે મેચો રમી છે, આ દરમિયાન તેને 32 ઇનિંગમાં 413 રન બનાવ્યા છે, તેનો હાઇએસ્ટ સ્કૉર 64 રન અણનમનો છે. જોકે, તેને વનડેમાં 2 ફિફ્ટી પણ ફટકારી છે.
રોહિત શર્માના હાથમાં ટીમની જવાબદારી -
ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાં મજબૂત દાવેદાર તરીકે ઉભરી આવશે. ધાકડ ઓપનર રોહિત શર્માને ટીમની કપ્તાની સોંપવામાં આવી છે. આ સાથે જ વાઈસ-કેપ્ટન ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને બનાવવામાં આવ્યો છે. કેએલ રાહુલ અને ઈશાન કિશનને વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. હાલમાં જ ઈજામાંથી સાજા થયેલા કેએલ રાહુલને પણ ટીમમાં જગ્યા મળી છે. સ્પિનર તરીકે કુલદીપ યાદવ પોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે.
વનડે વર્લ્ડકપ 2023 માટેની ટીમ ઇન્ડિયા -
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઇશાન કિશન, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (ઉપકેપ્ટન), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.