શોધખોળ કરો

World Cup 2023 : 2 વખતનું વર્લ્ડ ચેમ્પિયન વિન્ડીઝ વર્લ્ડકપમાંથી Out, ક્રિકેટ જગતમાં સન્નાટો

આ પ્રથમ વખત બનશે જ્યારે વર્લ્ડકપ વિન્ડીઝ વિના રમાશે. વેસ્ટ ઈન્ડિઝ એકદમ મામુલી ગણાતી સ્કોટલેન્ડની ટીમ સામે હારીને વર્લ્ડકપની રેસમાંથી જ બહાર ફેંકાઈ જતા ક્રિકેટ જગતમાં સનસનાટી મચી જવા પામી છે.

ICC Cricket World Cup Qualifiers 2023 : 2 વખતની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમ ભારતમાં યોજાનારા ODI વર્લ્ડકપમાં જગ્યા બનાવવાનું ચૂકી ગઈ છે. આ પ્રથમ વખત બનશે જ્યારે વર્લ્ડકપ વિન્ડીઝ વિના રમાશે. વેસ્ટ ઈન્ડિઝ એકદમ મામુલી ગણાતી સ્કોટલેન્ડની ટીમ સામે હારીને વર્લ્ડકપની રેસમાંથી જ બહાર ફેંકાઈ જતા ક્રિકેટ જગતમાં સનસનાટી મચી જવા પામી છે. 

ICC ક્રિકેટ વર્લ્ડકપ ક્વોલિફાયર 2023ની સુપર સિક્સ મેચમાં સ્કોટલેન્ડે વેસ્ટ ઈન્ડિઝને 7 વિકેટથી હરાવ્યું હતું. આમ સ્કોટલેન્ડે  વેસ્ટ ઈન્ડિઝ જેવી અનુંભવી ગણાતી ટીમને વર્લ્ડકપ 2023 માંથી બહાર કરી દેતા એકથી એક આક્રમક અને પ્રભાવશાળી ખેલાડીઓથી ભરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ છે. વિન્ડીઝની ટીમ 48 વર્ષમાં પહેલીવાર ODI વર્લ્ડકપમાં નહીં રમે.

વેસ્ટ ઈન્ડિઝે આપેલા 182 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સ્કોટલેન્ડની ટીમે 3 વિકેટના નુકસાને 185 રન બનાલી લેતા આ મેજર અપસેટ સર્જાયો હતો. સ્કોટલેન્ડ તરફથી બ્રાન્ડોન મેકકુલન અને વિકેટકીપર ઓપનર મેથ્યુ ક્રોસે 54 રન બનાવ્યા હતા.

ઝિમ્બાબ્વેમાં રમાઈ રહેલી વર્લ્ડકપ ક્વોલિફાયર ટૂર્નામેન્ટમાં બે ભૂતપૂર્વ ચેમ્પિયન અને મજબૂત ટીમો વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકાના રૂપમાં ઘણી નાની ટીમોનો સામનો કરવો પડ્યો હતો. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા એવું માનવામાં આવતું હતું કે, બંને ટીમ સરળતાથી ક્વોલિફાય થઈ જશે. શ્રીલંકા વર્લ્ડકપની ટિકિટ મેળવવાની અણી પર છે પરંતુ વિન્ડીઝ ટીમને તેના સૌથી ખરાબ તબક્કાનો સામનો કરવો પડ્યો હતો.

વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ ફરી રમણભમણ

પહેલા ઝિમ્બાબ્વે સામે અને ત્યાર બાદ નેધરલેન્ડ સામે આઘાતજનક પરાજયનો સામનો કર્યા બાદ શાઈ હોપની વેસ્ટ ઈન્ડિઝની સંભાવનાઓ પહેલાથી જ તૂટી પડવાની શરૂઆત થઈ ગઈ હતી.ત્યાર બાદ પણ જો થોડી આશા બાકી હતી તો તેના માટે જીત જરૂરી હતી, પરંતુ કદાચ વેસ્ટ ઈન્ડિઝ અગાઉના આંચકાઓમાંથી બહાર જ આવી શક્યું નહોતું અને તે સ્કોટલેન્ડ સામે પણ હારી ગયું હતું.

સ્કોટલેન્ડે પહેલા બોલિંગ કરીને તેણે શરૂઆતમાં જ વેસ્ટ ઈન્ડિઝ પર હાવી થઈ ગયું હતું. ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી રહેલા ઓલરાઉન્ડર બ્રાન્ડોન મેકમુલન (3/32)એ તેની પ્રથમ ત્રણ ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝના ટોચના 3 બેટ્સમેનોને પેવેલિયન ભેગા કરી દીધા હતા. 4 વિકેટ માત્ર 30 રનમાં પડી ગઈ હતી. ત્યાર બાદ કેપ્ટન હોપ અને નિકોલસ પૂરનના પ્રયાસો પણ નિષ્ફળ ગયા.

વેસ્ટ ઈન્ડિઝ માત્ર 181 રને ઓલઆઉટ 

21મી ઓવર સુધી વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર માત્ર 6 વિકેટે 81 રન હતો. અહીંથી જેસન હોલ્ડર (45) અને રોમારિયો શેફર્ડ (36)એ ટીમની કમાન સંભાળી હતી. બંને વચ્ચે 77 રનની પાર્ટનરશિપ થઈ હતી.જેનાથી વેસ્ટ ઈન્ડિઝને થોડી આશા બંધાઈ હતી પરંતુ તે પૂરતું ન હતું. બંને બેટ્સમેન સતત બે ઓવરમાં આઉટ થયા અને ટૂંક સમયમાં જ આખી ટીમ 181 રનમાં સમેટાઈ ગઈ હતી.

સ્કોટલેન્ડે રચ્યો ઈતિહાસ 

આ પછી પણ જો થોડી આશા હતી તો વેસ્ટ ઈન્ડિઝના બોલરો પાસેથી ચમત્કાર થવાની હતી. ઇનિંગ્સના પહેલા જ બોલ પર જેસન હોલ્ડરે સ્કોટલેન્ડના ઓપનર ક્રિસ્ટોફર મેકબ્રાઇડને આઉટ કરીને આવી જ શરૂઆત કરી હતી.જો કે,મેકમુલન (69)એ મેથ્યુ ક્રોસ સાથે સદીની ભાગીદારી કરીને વેસ્ટ ઈન્ડિઝની હારને નિશ્ચિત બનાવી દીધી હતી.

બંનેએ 125 રનની ભાગીદારી કરી હતી. રોમારિયો શેફર્ડે મેકમુલનને પોતાનો શિકાર બનાવ્યો હતો. તેણે 69 રન બનાવ્યા હતા. આ સાથે જ મેથ્યુ ક્રોસ (74) પોતાની અડધી સદી પૂરી કરી અને અંતે ટીમને યાદગાર જીત અપાવીને વાપસી કરી હતી. વેસ્ટ ઈન્ડિઝ સામે સ્કોટલેન્ડની આ પહેલી જીત છે. સ્કોટલેન્ડે માત્ર વેસ્ટ ઈન્ડિઝને જ હરાવી જ નહીં, પરંતુ વર્લ્ડકપ માટે ક્વોલિફાય થવાની આશા પણ જીવંત રાખી છે. 

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
EPFO Deadline Extended: EPFOએ આ કામ માટે સમયમર્યાદા વધારી, PF ખાતાધારકોને થશે ફાયદો
EPFOએ આ કામ માટે સમયમર્યાદા વધારી, PF ખાતાધારકોને થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
EPFO Deadline Extended: EPFOએ આ કામ માટે સમયમર્યાદા વધારી, PF ખાતાધારકોને થશે ફાયદો
EPFOએ આ કામ માટે સમયમર્યાદા વધારી, PF ખાતાધારકોને થશે ફાયદો
Myths Vs Facts: શું હાર્ટ એટેકના મોટાભાગના હુમલામાં આ રોગ આનુવંશિક હોય છે? જાણો સત્ય
Myths Vs Facts: શું હાર્ટ એટેકના મોટાભાગના હુમલામાં આ રોગ આનુવંશિક હોય છે? જાણો સત્ય
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Virat Kohli: કન્ફર્મ, વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ભારત છોડવાનું વિચારી રહ્યો છે! જાણો ક્યાં હશે નવું ઘર
Virat Kohli: કન્ફર્મ, વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ભારત છોડવાનું વિચારી રહ્યો છે! જાણો ક્યાં હશે નવું ઘર
Embed widget