WTC 2021 Final IND v NZ : ન્યૂઝિલેન્ડે રચ્યો ઈતિહાસ, ભારતને હરાવી બન્યું ટેસ્ટનું વર્લ્ડ ચેમ્પિયન
ન્યૂઝિલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન 52 રને અને રોસ ટેલર 47 રને અણનમ રહ્યા હતા. ભારત તરફથી અશ્વિને 2 વિકેટ લીધી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 95 રનની ભાગીદારી કરીને ન્યૂઝિલેન્ડને ચેમ્પિયન બનાવ્યું હતું.
સાઉથટેમ્પનઃ ન્યૂઝિલેન્ડે આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારતને 8 વિકેટથી હરાવવાની સાથે જ પ્રથમ વખત આઈસીસી ટ્રોફી જીતી હતી. ભારતે મેચ જીતવા આપેલા 139 રનના લક્ષ્યાંકને ન્યૂઝિલેન્ડે 2 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. ન્યૂઝિલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન 52 રને અને રોસ ટેલર 47 રને અણનમ રહ્યા હતા. ભારત તરફથી અશ્વિને 2 વિકેટ લીધી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 95 રનની ભાગીદારી કરીને ન્યૂઝિલેન્ડને ચેમ્પિયન બનાવ્યું હતું.
આવી રહી ભારતની બીજી ઈનિંગ
ભારતીય ટીમ બીજી ઈનિંગમાં 170 રનમાં ઓલઆઉટ થઈ હતી. જેના કારણે ન્યૂઝિલેન્ડને જીતવા 139 રનનો ટાર્ગેટ મળ્યો છે. ભારત તરફથી રિષભ પંતે સર્વાધિક 41 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાનો મિડલ ઓર્ડર ફરીથી પાણીમાં બેસી ગયો હતો. સાઉથીએ 4, બોલ્ટે 3, જેમિસને 2 અને વેગનરે 1 વિકેટ લીધી હતી.
New Zealand defeat India by eight wickets to lift the inaugural World Test Championship title at The Rose Bowl in Southampton pic.twitter.com/YT8AEd6XHj
— ANI (@ANI) June 23, 2021
ન્યૂઝિલેન્ડે પ્રથમ ઈનિંગમાં લીધી લીડ
ન્યૂઝિલેન્ડે પ્રથમ ઈનિંગમાં 249 રન બનાવ્યા હતા. જેના કારણે તેણે ભારત પર 32 રનની સરસાઈ લીધી હતી. પાંચમા દિવસે ભારતીય ટીમના બોલર્સની શાનદાર બોલિંગના કારણે ન્યૂઝીલેન્ડની ટીમ 249 રનમાં ઓલઆઉટ થઈ હતી. ન્યૂઝિલેન્ડે પ્રથમ ઈનિંગમાં 32 રનની લીડ લીધી હતી.એક સમયે ન્યૂઝિલેન્ડે 7 વિકેટના નુકસાન પર 192 રન બનાવ્યા હતા અને તે ભારતથી 25 રન પાછળ હતું. પરંતુ છેલ્લી ત્રણ વિકેટે 57 રન ઉમેરીની ભારત પર મહત્વની લીડ લીધી હતી.
પાંચમા દિવસે ભારતની 32 રનની લીડ
મેચના પાંચમા દિવસે ભારતે 2 વિકેટ ગુમાવીને 64 રન બનાવ્યા હતા અને ન્યૂઝિલેન્ડ પર લીડ લીધી હતી. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન કોહલી 8 રને અને ચેતેશ્વર પુજારા 12 રને રમતમાં હતા. રોહિત શર્મા 30 અને શુબમન ગિલ 8 રન બનાવી પેવેલિયન પરત ફર્યા હતા. ટીમ સાઉથીએ બંનેને એલબીડબલ્યુ આઉટ કર્યા હતા.
ભારતીય ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ
ન્યૂઝિલેન્ડની ટીમઃ કેન વિલિયમ્સન (કેપ્ટન), ટૉમ લેથમ, ડેવોન કૉનવે, રોસ ટેલર, હેનરી નિકોલસ, બીજે વોટલિંગ, કોલિન ડિ ગ્રેન્ડહોમ, કાઇલ જેમિસન, ટિમ સાઉદી, નીલ વેગનર અને ટ્રેંટ બોલ્ટ