(Source: ECI/ABP News/ABP Majha)
RCB VS DD: ફાઇનલમાં દિલ્હીને 8 વિકેટથી હરાવીને બેંગ્લોરે વિમેન્સ પ્રીમિયર લીગનું ટાઇટલ જીત્યું
WPL 2024 Final Live Update: આજે ફાઇનલ મેચ દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. જેની તમામ લાઈપ અપડેટ્સ તમે અહીં વાંચી શકો છો.
LIVE
Background
WPL 2024 Final Live Update: વુમન્સ પ્રીમિયર લીગની બીજી સિઝન તેના અંતિમ તબક્કામાં છે. આજે ફાઇનલ મેચ દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. RCB પહેલીવાર આ લીગની ટાઈટલ મેચ રમતા જોવા મળશે જ્યારે દિલ્હી છેલ્લી સિઝનમાં રનર્સઅપ રહી હતી.
સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની ટીમે શુક્રવારે મુંબઈ ઈન્ડિયન્સ સામેની એલિમિનેટર મેચમાં પાંચ રનથી જીત મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તે જ સમયે, દિલ્હી આ સિઝનમાં ફરી એકવાર પોઈન્ટ ટેબલ પર રહી અને પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની. આજે બંને ટીમો વચ્ચે ખિતાબ માટે જોરદાર જંગ ખેલાશે.
બેંગ્લોરે ટાઈટલ જીત્યું
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ રવિવારે મહિલા પ્રીમિયર લીગ (WPL)ની ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સને આઠ વિકેટે હરાવીને ટાઈટલ જીત્યું હતું. દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 18.3 ઓવરમાં 113 રન બનાવ્યા હતા. આરસીબીએ 19.3 ઓવરમાં બે વિકેટ ગુમાવીને સરળતાથી લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. આરસીબીનું આ પહેલું ટાઈટલ છે. બેંગ્લોરની પુરુષ ટીમ ક્યારેય IPL ટ્રોફી જીતી શકી નથી, પરંતુ WPLની બીજી સિઝનમાં મહિલા ટીમ વિજયી બની હતી. લક્ષ્યનો પીછો કરતી વખતે, સોફી ડિવાઇન અને સ્મૃતિ મંધાનાએ આરસીબીને સારી શરૂઆત અપાવી હતી અને બંને બેટ્સમેનોએ પ્રથમ વિકેટ માટે 49 રન જોડ્યા હતા. આ ભાગીદારી શિખા પાંડેએ 32 રન બનાવીને ડિવાઈનને આઉટ કરીને તોડી હતી. આ પછી કેપ્ટન મંધાનાએ ઇનિંગ સંભાળી હતી, પરંતુ મિનુ મણીએ તેને 31 રનના સ્કોર પર પેવેલિયન મોકલી દીધી હતી. ત્યારબાદ એલિસ પેરી અને રિચા ઘોષે છેલ્લી ઓવરમાં ટીમને જીત અપાવી હતી.
The Smriti Mandhana-led Royal Challengers Bangalore reign supreme! 🏆
— Women's Premier League (WPL) (@wplt20) March 17, 2024
Presenting before you - Champions of the #TATAWPL 2024 ! 🙌 🙌
Congratulations, #RCB! 👏 👏#DCvRCB | #Final | @RCBTweets | @mandhana_smriti pic.twitter.com/mYbX9qWrUt
આરસીબીને બીજો ઝટકો લાગ્યો
ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સે આરસીબીને બીજો ઝટકો આપ્યો હતો. ઓપનર સોફી ડિવાઈનના આઉટ થયા બાદ કેપ્ટન સ્મૃતિ મંધાના પણ પેવેલિયન પરત ફરી. મંધાનાએ 31 રન બનાવ્યા અને તેની ઇનિંગ્સનો અંત મિનુ મણીએ કર્યો.
આરસીબીને પહેલો ઝટકો લાગ્યો
દિલ્હી કેપિટલ્સે આરસીબીને પહેલો ઝટકો આપ્યો હતો અને ઓપનર સોફી ડિવાઈનને પેવેલિયન મોકલી હતી. દિલ્હી તરફથી શિખા પાંડેએ ડિવાઈનને આઉટ કરી. હાલમાં સ્મૃતિ મંધાના અને એલિસ પેરી ક્રિઝ પર હાજર છે. આરસીબીએ નવ ઓવરના અંતે એક વિકેટે 53 રન બનાવ્યા છે અને હજુ તેને 66 બોલમાં 61 રનની જરૂર છે.
આરસીબીની સારી શરૂઆત
દિલ્હી કેપિટલ્સ સામે 114 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે RCBએ સ્થિર શરૂઆત કરી હતી. આરસીબીએ પ્રથમ સાત ઓવરમાં કોઈ નુકશાન વિના 43 રન બનાવ્યા છે. આરસીબી માટે સોફી ડિવાઈન 31 રન અને સ્મૃતિ મંધાના 12 રન બનાવીને ક્રીઝ પર છે.
દિલ્હીએ 113 રન બનાવ્યા હતા
WPLની ફાઈનલ મેચ દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. શ્રેયંકા પાટિલ અને મોલિનેક્સની શાનદાર બોલિંગના કારણે RCBએ દિલ્હીની ઇનિંગ્સને 18.3 ઓવરમાં 113 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી દિલ્હીની ટીમને શેફાલી વર્મા અને કેપ્ટન મેગ લેનિંગની ઓપનિંગ જોડીએ શાનદાર શરૂઆત કરી હતી. બંને બેટ્સમેનોએ આક્રમક રીતે રમીને આરસીબીના બોલરો પર દબાણ બનાવ્યું હતું, પરંતુ આઠમી ઓવર નાખવા આવેલા ડાબોડી સ્પિનર મોલિનેક્સે આ ઓવરમાં શેફાલી, કેપ્સી અને જેમિમાહને આઉટ કરીને દિલ્હીની ઇનિંગ્સને મોટો આંચકો આપ્યો. આ પછી શ્રેયંકા પાટીલે દિલ્હીના બેટ્સમેનોને સ્થિર થવાની તક આપી ન હતી. દિલ્હીની બેટિંગ એટલી ખરાબ હતી કે એક સમયે કોઈ પણ નુકશાન વિના 64 રન બનાવનારી ટીમ પૂરી 20 ઓવર પણ રમી શકી ન હતી અને 113 રન પર સમેટાઈ ગઈ હતી. આરસીબી તરફથી શ્રેયંકા પાટીલે ચાર, મોલિનેક્સે ત્રણ અને આશાએ બે વિકેટ લીધી હતી. રસપ્રદ વાત એ છે કે નવ વિકેટ આરસીબીના સ્પિનરોએ લીધી હતી જ્યારે રાધા યાદવ રનઆઉટ થઈ હતી.