WTC Final: છેલ્લી ઘડીએ રોહિત શર્માએ અશ્વિનને કેમ કરી દીધો ટીમમાંથી બહાર, સામે આવ્યુ મોટુ અપડેટ
આ ફાઇનલ મેચમાં કેપ્ટન રોહિતે પણ કેટલાક મોટા નિર્ણયો લીધા છે. તેને પોતાની આ પ્લેઈંગ-11માં મોટા ફેરફારો કર્યા છે
India vs Australia Playing 11 WTC Final: આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલ મેચની શરૂઆત થઇ ગઇ છે. લંડનના ઓવલ મેદાનમાં ભારત અને ઓસ્ટ્રેલિયા ચેમ્પીયન બનવા માટે ટકરાઇ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો છે, અને ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં પણ ફેરફાર કર્યો છે, પરંતુ કેપ્ટન રોહિત શર્માના આ નિર્ણય સામે કેટલાય ક્રિકેટ ફેન્સ નારાજ થયા છે.
ખાસ વાત છે કે, આ ફાઇનલ મેચમાં કેપ્ટન રોહિતે પણ કેટલાક મોટા નિર્ણયો લીધા છે. તેને પોતાની આ પ્લેઈંગ-11માં મોટા ફેરફારો કર્યા છે. આ ટાઈટલ મેચમાં ભારતીય ટીમ એક સ્પિનર અને 4 ફાસ્ટ બૉલરો સાથે મેદાનમાં ઉતરી છે. આ એકમાત્ર સ્પિનર રવિન્દ્ર જાડેજા છે. પરંતુ કેપ્ટન રોહિતે WTCની આ બીજી સિઝનની ફાઇલ મેચમાં ભારત માટે સૌથી વધુ વિકેટ ઝડપનાર સ્પિનર રવિચંદ્રન અશ્વિનને બહાર રાખ્યો છે, રમવાનો મોકો આપ્યો નથી. એટલુ જ નહીં અશ્વિનની સાથે સાથે ડાબોડી ફાસ્ટ બૉલર જયદેવ ઉનડકટને પણ સ્થાન આપવામાં આવ્યુ નથી.
કેમ અશ્વિનને પ્લેઇંગ ઇલેવનમાંથી રખાયો બહાર ?
જોકે, હવે રોહિત શર્માના આ નિર્ણય પર એટલે કે રવિચંદ્રન અશ્વિનને ટીમની બહાર રાખવા પર ચોંકાવનારુ કારણ સામે આવ્યુ છે. રોહિતના મતે આજ રમાઇ રહેલી ઓવલની પીચ પર ફાસ્ટ બૉલરો વધુ કારગર સાબિત થઇ શકે છે, આ કારણોસર ફાસ્ટ બૉલરોને વધુ ચાન્સ આપવામાં આવ્યો છે, અને સ્પીનરોને બહાર રાખવામાં આવ્યા છે, જેના કારણે અશ્વિનને ટીમની પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રહેવું પડ્યુ છે. રોહિતના આ નિર્ણયથી સ્પષ્ટ છે કે, આ પીચ ફાસ્ટ બૉલરો માટે મદદરૂપ થશે. વર્તમાન ભારતીય ટીમમાં સામેલ ખેલાડીઓમાં અશ્વિન WTC 2023 સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેને 13 મેચમાં સૌથી વધુ 61 વિકેટ લીધી છે. જાડેજા બીજા નંબર પર છે, જેણે 43 વિકેટ લીધી છે.
Playing XIs for the #WTC23 Final 👀
— ICC (@ICC) June 7, 2023
📝: https://t.co/5IR0QKx6Pf pic.twitter.com/ngDIAC8HG7
-
ભારતની પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, શ્રીકર ભરત (વિકેટકિપર), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ
ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન
ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી (વિકી), પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ
Australia vs India, Final, ICC World Test Championship Final 2023: વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. બંને ટીમો બપોરે 3 વાગ્યાથી લંડનના કેનિંગ્ટન ઓવલ ખાતે ટેસ્ટ ક્રિકેટના શાસન માટે ટકરાશે. ટીમ ઈન્ડિયા બીજી વખત WTC ફાઇનલમાં પહોંચી છે, જ્યારે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વખત ટાઈટલ મેચમાં જગ્યા બનાવી છે.