WTC Final 2023: ટીમ ઇન્ડિયાએ સબમીટ કર્યુ ખેલાડીઓનું ફાઇનલ લિસ્ટ, જુઓ શું થયે છે ફેરફાર
આ અંગે ICCએ જણાવ્યું કે ભારતે પોતાની 15 સભ્યોની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. કેએલ રાહુલ ઈજાના કારણે રમી શકશે નહીં
Australia vs India, Final Kennington Oval, London: આઇપીએલ બાદ ભારતીય ટીમને આઇસીસી ઇવેન્ટ રમવાની છે. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશિપની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવાની છે. આ મેચ 7 જૂનથી લંડનમાં શરૂ થઇ રહી છે. આ માટે બીસીસીઆઈ અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ફાઇનલ ટીમ સબમિટ કરી છે. યશસ્વી જાયસ્વાલને આ માટે ટીમ ઈન્ડિયામાં સ્ટેન્ડબાય તરીકે સામેલ કરવામાં આવ્યો છે.
આ અંગે ICCએ જણાવ્યું કે ભારતે પોતાની 15 સભ્યોની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. કેએલ રાહુલ ઈજાના કારણે રમી શકશે નહીં. જેના કારણે તેનું નામ પાછું ખેંચી લેવાયુ છે. જ્યારે યશસ્વી જયસ્વાલને સ્ટેન્ડબાય પ્લેયર તરીકે ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. તેને આઈપીએલમાં સારો દેખાવ કર્યો છે. જાયસ્વાલે રાજસ્થાન રૉયલ્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેને 14 મેચમાં 625 રન બનાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયાએ કેએસ ભરત અને ઈશાન કિશનને વિકેટકીપર બેટ્સમેન તરીકે ટીમમાં સામેલ કર્યા છે. આ સાથે જ અનુભવી બેટ્સમેન અજિંક્યે રહાણેને પણ તક આપવામાં આવી છે. રહાણેએ હાલમાં ખુબ સારુ પરફોર્મન્સ કર્યુ છે. આ વખતે ટીમમાં ફાસ્ટ બૉલરોના લિસ્ટમાં મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર અને જયદેવ ઉનડકટને તક આપવામાં આવી છે.
Ready for the final #WTC23 chapter 📝
— ICC (@ICC) May 29, 2023
More 👉 https://t.co/4cZFZ6QqrU pic.twitter.com/vQ4MEG1l6d
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ ફાઇનલ માટે ટીમો -
ઓસ્ટ્રેલિયન ટીમ -
પેટ કમિન્સ (કેપ્ટન), સ્કૉટ બૉલેન્ડ, એલેક્સ કેરી (વિકેટકીપર), કેમરૂન ગ્રીન, માર્કસ હેરિસ, જૉસ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જૉસ ઇંગ્લિસ (વિકેટકીપર), ઉસ્માન ખ્વાઝા, માર્નસ લાબુશાને, નાથન લિયૉન, ટૉડ મર્ફી, સ્ટીવ સ્મિથ (વાઇસ કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, ડેવિડ વૉર્નર.
સ્ટેન્ડબાય ખેલાડી - મિશેલ માર્શ, મેથ્યૂ રેનેશૉ.
ભારતીય ટીમ -
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્યે રહાણે, કેએસ ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી. મોહમ્મદ સિરાજ. ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ, ઇશાન કિશન (વિકેટકીપર)
સ્ટેન્ડબાય ખેલાડી - યશસ્વી જાયસ્વાલ, મુકેશ કુમાર, સૂર્યકુમાર યાદવ.
World Test Championship: સૌરાષ્ટ્રની સિંગર ગીતા ઝાલા ગાશે રાષ્ટ્રગાન, મિકાસિંહ સાથે કરી ચૂક્યા છે પરફોર્મ
ઇગ્લેન્ડમાં રહેતા અને મૂળ સૌરાષ્ટ્રના મહિલા સિંગર ગીતા ઝાલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં ભારતનું રાષ્ટ્રગાન ગાશે. નોંધનીય છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ સાત જૂનના રોજ ઓવલ ખાતે શરૂ થશે. તેઓ પોતાની અસાધારણ પ્રતિભા માટે જાણીતા છે. તેમણે બોલિવૂડના જાણીતા સિંગર મિકા સિંહ સાથે પરફોર્મ કર્યું છે. તેઓ ઇગ્લેન્ડમાં આ સન્માન પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી મહિલા સિંગર બનશે. સંગીત નિર્દેશક રાહુલ મુંજરીયાએ રાષ્ટ્રગાન માટે સંગીત તૈયાર કર્યું હતું. ગીતા ઝાલાને વર્ષ 2015માં આવેલી ફિલ્મ ‘વેલકમ બેક’માં ટાઇટલ સોંગને લઇને લોકપ્રિયતા મળી હતી. તેમણે ગુજરાતી, પંજાબી અને બોલિવૂડમાં અનેક ગીત ગાયા છે. ગીતા ઝાલાએ જે ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો છે તેમાં 'Moorni Refix,' 'Ranjhana,' 'Aaja Maahi,' 'Oh Miss,' and 'Thodi Vaar નો સમાવેશ થાય છે. તાજેતરમાં જ તેમણે કિર્તીદાન ગઢવી સાથે ‘પટોડુ’ ગીતમાં કામ કર્યું છે.