બાંગ્લાદેશે ભારતની મુશ્કેલીઓ વધારી ? વેસ્ટ ઇન્ડિઝને હરાવતા બદલાઇ ગયુ WTCનું પૉઇન્ટ ટેબલ
WTC 2023-25 Points Table After BAN vs WI 2nd Test: બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝની વાત કરીએ તો બંને ટીમો પૉઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. બાંગ્લાદેશ 8માં અને વેસ્ટ ઈન્ડિઝ 9માં સ્થાને છે
WTC 2023-25 Points Table After BAN vs WI 2nd Test: બે મેચની ટેસ્ટ સીરીઝની બીજી મેચમાં બાંગ્લાદેશે વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું છે. બાંગ્લાદેશે બીજી ટેસ્ટ 101 રને જીતી લીધી હતી. જોકે, ટીમ પ્રથમ ટેસ્ટ 201 રનથી હારી ગઈ હતી. હવે બીજી ટેસ્ટમાં જીત સાથે બાંગ્લાદેશે ભારત માટે મુશ્કેલીઓ વધારી દીધી છે ? તો ચાલો જાણીએ કે બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ના પૉઈન્ટ ટેબલમાં કેટલો બદલાવ આવ્યો છે.
બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ના પૉઈન્ટ ટેબલમાં કોઈ ખાસ ફરક પડ્યો નથી. ટીમ ઈન્ડિયાને પણ આ મેચમાં કોઈ નુકસાન થયું નથી. આ પહેલા પણ ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં નંબર વન પર હતી અને હજુ પણ નંબર વન પર છે. ભારતીય ટીમે અત્યાર સુધી 15 ટેસ્ટ રમી છે, જેમાં તેણે 9માં જીત, 5માં હાર અને 1 મેચ ડ્રો રહી હતી.
પૉઇન્ટ ટેબલમાં તળીયાની ટીમો છે બાંગ્લાદેશ અને વેસ્ટ ઇન્ડિઝ
બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝની વાત કરીએ તો બંને ટીમો પૉઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. બાંગ્લાદેશ 8માં અને વેસ્ટ ઈન્ડિઝ 9માં સ્થાને છે. બંને ટીમો માટે ફાઇનલમાં પહોંચવું લગભગ અશક્ય છે. બાંગ્લાદેશ પાસે હવે આ 2023-25 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચક્રમાં કોઈ ટેસ્ટ બાકી નથી. તેણે આ ચક્રની તેની છેલ્લી ટેસ્ટ વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી.
તળિયે રહેલી વેસ્ટ ઈન્ડિઝને હજુ બે વધુ ટેસ્ટ રમવાની છે, જે પાકિસ્તાન સામે હશે. પાકિસ્તાન સામેની બંને ટેસ્ટ જીત્યા બાદ પણ વેસ્ટ ઈન્ડિઝની ફાઇનલમાં પહોંચવાની કોઈ શક્યતા નહીં રહે. આ ચક્રમાં વેસ્ટ ઈન્ડિઝે અત્યાર સુધી 11 ટેસ્ટ રમી છે, જેમાંથી તેણે માત્ર 2માં જ જીત મેળવી છે. ટીમ 7 મેચ હારી અને બાકીની 2 મેચ ડ્રૉમાં સમાપ્ત થઈ ગઇ છે.
આ પણ વાંચો
PHOTOS: ડે-નાઇટ ટેસ્ટમાં વિરાટનો છે વિરાટ રેકોર્ડ, એડિલેડ ટેસ્ટ પહેલા કરી લો એકનજર...