IND vs ENG: રોહિત, વિરાટ ન કરી શક્યા તે જયસ્વાલે કરી બતાવ્યું, ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચી ખાસ ક્લબમાં મેળવી એન્ટ્રી
Yashasvi Jaiswal: ભારત અને ઈંગ્લેન્ડની ટીમો વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશન ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, રાંચીમાં રમાઈ રહી છે.
Yashasvi Jaiswal: ભારત અને ઈંગ્લેન્ડની ટીમો વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશન ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, રાંચીમાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેણે ખાસ યાદીમાં ભારતના મહાન બેટ્સમેનોને પાછળ છોડી દીધા છે. યશસ્વી જયસ્વાલને બેટિંગ રેન્કિંગમાં 14 સ્થાનનો ફાયદો થયો છે. તે 29માથી 15મા સ્થાને ગયો. બીજી ટેસ્ટ બાદ તેણે 37 સ્થાનની છલાંગ લગાવી હતી.
Yashasvi Jaiswal sixes in the series. 👌🔥 pic.twitter.com/4dvuK6YybP
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 24, 2024
જયસ્વાલે ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો
યશસ્વી જયસ્વાલે રાંચી ટેસ્ટના પ્રથમ દાવમાં 1 સિક્સર ફટકારીને ભારતીય ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. યશસ્વી જયસ્વાલે અત્યાર સુધી ઈંગ્લેન્ડ સામે ટેસ્ટમાં 23 સિક્સર ફટકારી છે. આ સાથે તે ભારત માટે ટેસ્ટમાં એક ટીમ સામે સૌથી વધુ સિક્સર ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. આ યાદીમાં સચિન તેંડુલકર સૌથી આગળ છે. તેણે પોતાની ટેસ્ટ કરિયરમાં ઓસ્ટ્રેલિયા સામે 25 સિક્સર ફટકારી હતી.
એક ટીમ સામે ટેસ્ટમાં સૌથી વધુ સિક્સર મારનાર ભારતીય
- 25 સિક્સર - સચિન તેંડુલકર - વિ. ઓસ્ટ્રેલિયા
- 23 છગ્ગા - યશસ્વી જયસ્વાલ - વિ. ઈંગ્લેન્ડ
- 22 છગ્ગા - રોહિત શર્મા - વિ. સાઉથ આફ્રિકા
- 21 સિક્સર - કપિલ દેવ - વિ. ઈંગ્લેન્ડ
- 21 છગ્ગા - રિષભ પંત - વિ.ઇંગ્લેન્ડ
આવું કરનાર વિશ્વનો એકમાત્ર બેટ્સમેન
યશસ્વી જયસ્વાલ આ સિરીઝમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે. તેણે સિરીઝમાં 20થી વધુ સિક્સર ફટકારી છે. યશસ્વી જયસ્વાલ ક્રિકેટના ઈતિહાસમાં ટેસ્ટ શ્રેણીમાં 20 કે તેથી વધુ છગ્ગા મારનાર એકમાત્ર બેટ્સમેન છે. તેણે આ રેકોર્ડમાં રોહિત શર્માને પાછળ છોડી દીધો છે. રોહિત શર્માએ વર્ષ 2019માં દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં 19 છગ્ગા ફટકાર્યા હતા. આ ઉપરાંત યશસ્વી જયસ્વાલ ભારત માટે ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર ડાબોડી બેટ્સમેન બની ગયો છે. આ મામલે યશસ્વીએ સૌરવ ગાંગુલીનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ગાંગુલીએ 2007માં પાકિસ્તાન સામે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં 534 રન બનાવ્યા હતા. યશસ્વીએ આ શ્રેણીમાં 600 રન પણ પૂરા કરી લીધા છે અને તે આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ ડાબોડી ભારતીય બેટ્સમેન છે.
ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન
- 23 છગ્ગા - યશસ્વી જયસ્વાલ વિરુદ્ધ ઈંગ્લેન્ડ (2024)*
- 19 સિક્સર - રોહિત શર્મા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા (2019)
- 15 સિક્સ - શિમરેન હેમિમીર વિરુદ્ધ બાંગ્લાદેશ (2018)
- 15 સિક્સ - બેન સ્ટોક્સ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા (2023)