Year Ender 2022: આ વર્ષે આ 11 ક્રિકેટરોએ લીધી નિવૃતિ, લિસ્ટમાં અનેક મોટા ખેલાડીઓ સામેલ
દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘણા ક્રિકેટરોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતુ.
Retired Cricketers List 2022: દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘણા ક્રિકેટરોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતુ. આ સમય દરમિયાન કેટલાક નિવૃત્તિની ઉંમરે પહોંચી ગયા હતા અને કેટલાકની ઉંમર હજુ નાની હતી. કેટલાક ક્રિકેટરોના નિવૃત્તિના નિર્ણયથી ચાહકો પણ ચોંકી ગયા હતા. આ વર્ષે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનારા ખેલાડીઓમાં એવા ઘણા ખેલાડીઓ પણ છે જે ભૂતકાળમાં વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય હતા. આવો અમે તમને કેટલાક એવા મોટા ક્રિકેટરો વિશે જણાવીએ જેમણે આ વર્ષે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી.
ઇયોન મોર્ગન
ઈંગ્લેન્ડના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ઈયોન મોર્ગનના ક્રિકેટમાંથી સંન્યાસ લેવાના નિર્ણયે બધાને ચોંકાવી દીધા હતા. તે વિશ્વનો પ્રથમ એવો કેપ્ટન છે જેણે વર્લ્ડ કપ જીત્યા બાદ આગામી વર્લ્ડકપ પહેલા નિવૃત્તિની જાહેરાત કરી હતી. એ વાત સાચી છે કે વર્લ્ડકપ બાદ તે કોઈ મોટી ઇનિંગ્સ રમી શક્યો નથી. તેમના નેતૃત્વમાં ઈંગ્લેન્ડે વર્ષ 2019માં પ્રથમ વખત ક્રિકેટ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.
કિરોન પોલાર્ડ
વેસ્ટ ઈન્ડિઝના લિમિટેડ ઓવરના કેપ્ટન કિરોન પોલાર્ડે પણ ક્રિકેટને અલવિદા કહી દીધું. એક ઓવરમાં છ સિક્સર મારવાનો રેકોર્ડ પણ પોલાર્ડના નામે છે. તેમના સિવાય વેસ્ટ ઇન્ડીઝ ટીમના દિનેશ રામદિન અને લેન્ડલ સિમન્સ, દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર ક્રિસ મોરિસ, શ્રીલંકાના સુરંગા લકમલ, ન્યૂઝીલેન્ડના હેમિસ બેનેટ, ભારતના રોબિન ઉથપ્પાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આ તમામ ક્રિકેટરો ઉપરાંત ઈંગ્લેન્ડના વર્તમાન ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે વનડે ક્રિકેટમાંથી અને શ્રીલંકાના ગુણાથિલકાએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
Team India Schedule 2023: શ્રીલંકાથી લઇને ઓસ્ટ્રેલિયા અને વર્લ્ડકપ, 2023માં હશે ટીમ ઇન્ડિયાનું શેડ્યૂલ, જાણો સમગ્ર કાર્યક્રમ
વર્ષ 2023માં ભારતીય ક્રિકેટ ટીમનું શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત રહેવાનું છે. ભારતીય ટીમ નવા વર્ષના ત્રીજા દિવસથી જ ક્રિકેટમાં વ્યસ્ત થઈ જશે. વાસ્તવમાં ટીમ ઈન્ડિયા નવા વર્ષની શરૂઆત શ્રીલંકા સામે ઘરઆંગણે શ્રેણીથી કરવા જઈ રહી છે. આ પછી ન્યૂઝીલેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવશે. ત્યાર બાદ ફેબ્રુઆરી-માર્ચમાં ઓસ્ટ્રેલિયા ચાર ટેસ્ટ મેચ અને ત્રણ વનડે મેચ માટે ભારતનો પ્રવાસ કરશે.
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી ઘણી મહત્વની બની રહી છે. જો ભારતીય ટીમ ચારમાંથી ત્રણ ટેસ્ટ મેચ જીતશે તો તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા નિશ્ચિત કરી લેશે. ઓસ્ટ્રેલિયા સીરીઝ બાદ આઇપીએલ , એશિયા કપ, વન-ડે વર્લ્ડકપ જેવી મોટી ટુર્નામેન્ટનું પણ આયોજન થવાનું છે. જો જોવામાં આવે તો ભારત ઘરઆંગણે ઘણી મેચ રમવાનું છે. વન-ડે વર્લ્ડ કપ 2023 પણ માત્ર ભારતની ધરતી પર જ યોજાવાનો છે. આવી સ્થિતિમાં ચાહકોને ટીમ ઈન્ડિયા પાસેથી ઘણી અપેક્ષાઓ છે