શોધખોળ કરો
Advertisement
યુવરાજ સિંહે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને છોકરીઓ બનાવી દીધી ને પછી પુછ્યુ, કોણે બનાવશો આમાથી તમારી ગર્લફ્રેન્ડ, જુઓ
પૂર્વ ઓલરાઉન્ડર યુવીએ લાંબા વાળ સાથેની તમામ ભારતીય ક્રિકેટરોની એક ફની તસવીર શેર કરી છે. આ તસવીરમાં વિરાટ કોહલી, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને બીજા કેટલાક ક્રિકેટરો સામેલ છે
નવી દિલ્હીઃ કોરોના મહામારીના કારણે અપાયેલા લૉકડાઉનમાં ભારતીય ટીમના ખેલાડીઓ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ થઇ ગયા છે. બધા ક્રિકેટરો એકબીજાની મજાક ઉડાવવાનુ કે પછી લાઇવ ચેટ સાથે ફેન્સને સંબોધિત કરવાની પ્રવૃતિઓમાં રચ્યાપચ્યા છે. હવે આ લિસ્ટમાં ટીમ ઇન્ડિયાના પૂર્વ સ્ટાર યુવરાજે એક ખાસ પૉસ્ટ કરી છે, જેમાં ભારતીય ટીમના ખેલાડીઓને છોકરીઓના ચહેરા લગાવવામાં આવ્યા છે.
પૂર્વ ઓલરાઉન્ડર યુવીએ લાંબા વાળ સાથેની તમામ ભારતીય ક્રિકેટરોની એક ફની તસવીર શેર કરી છે. આ તસવીરમાં વિરાટ કોહલી, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને બીજા કેટલાક ક્રિકેટરો સામેલ છે. યુવીએ તસવીરના કેપ્શનમાં લખ્યું- તમે તમારી પ્રેમિકા તરીકે કોને પસંદ કરશો? હું કાલે જવાબ આપીશ..
આ પહેલા લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ, જે આ લૉકડાઉનમાં પોતાના ટિકટૉક વીડિયોથી ખુબ ધમાલ મચાવી ચૂક્યો છે. આવામાં તેને ટીમ ઇન્ડિયાના ઉપ કેપ્ટન રોહિત શર્માની છોકરી વાળા અંદાજમાં તસવીર શેર કરી છે.
ચહલે ભારતીય બેટ્સમેનને ટ્રૉલ કરવા માટે રોહિતની એક સાઇડ બાય સાઇડ તસવીર અને ટ્વીટર પર તેનો એક મહિલા વર્ઝન તસવીર પણ પૉસ્ટ કરી છે. આ પછી ચહલે કેપ્શનમાં લખ્યું અને કહ્યું બહુજ ક્યૂટ લાગી રહ્યાં છો રોહિતા ભૈયા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગેજેટ
ટેકનોલોજી
Advertisement