Yuzvendra Chahal એ રુમર્ડ ગર્લફ્રેન્ડ મહવશ સાથે સેલિબ્રેટ કર્યો બર્થડે, વીડિયો વાયરલ
ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડાના સમાચાર પછી તેનું નામ આરજે મહવશ સાથે જોડવામાં આવી રહ્યું છે.

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડાના સમાચાર પછી તેનું નામ આરજે મહવશ સાથે જોડવામાં આવી રહ્યું છે. બંને ક્યારેક સાથે ક્રિકેટ મેચ જોતા જોવા મળતા હતા તો ક્યારેક બંને પાર્ટીમાં સાથે જોવા મળતા હતા. જોકે આ રુમર્ડ કપલે ડેટિંગના સમાચાર વિશે કંઈ કહ્યું નથી, પરંતુ બંને દરરોજ સાથે જોવા મળે છે. ફરી એકવાર મહવશ અને ચહલનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં બંને એકબીજાને ગળે લગાવતા જોવા મળે છે. આ પછી, ચાહકો તેમના સંબંધોને પુષ્ટિ કરી રહ્યા છે.
આરજે મહવશ અને યુઝવેન્દ્ર ચહલે ભલે એકબીજા સાથેના તેમના સંબંધોની પુષ્ટિ ન કરી હોય, પરંતુ ચાહકો તેમના સંબંધોની પુષ્ટિ કરે છે. તાજેતરમાં, યુઝવેન્દ્ર ચહલે 23 જુલાઈના રોજ લંડનમાં પોતાનો 35મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ દરમિયાન, તે મહવશને ગળે લગાવતો જોવા મળ્યો હતો, જેનો વીડિયો ઓનલાઈન સામે આવ્યો છે. એક પાપારાઝી પેઈજે આ ક્લિપ શેર કરી છે. ચહલનો આ વીડિયો વાયરલ થયો છે.
View this post on Instagram
આ વીડિયોમાં, ચહલ ખૂબ ખુશ દેખાતો હતો અને તે તેની રુમર્ડ ગર્લફ્રેન્ડ મહવશને ગળે લગાવતો જોવા મળ્યો હતો. આ દરમિયાન, મહવશ પણ ખૂબ હસતી જોવા મળે છે. ક્રિકેટર શિખર ધવન પણ આ પાર્ટીમાં હાજર રહ્યો હતો. આ વીડિયો જોયા પછી લોકો ખૂબ ખુશ થયા છે.
ધનશ્રી વર્મા સાથે છૂટાછેડા લીધા પછી ચહલ આરજે મહવશ સાથે વધારે જોવા મળે છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે મહવશ સાથે રિલેશનમાં છે. ચહલ સાથેના મેચમાં જોવા મળ્યા બાદ તેણીએ દેશભરમાં હેડલાઇન્સ બનાવી હતી. તે સમયે ચહલ ધનશ્રી વર્મા સાથે છૂટાછેડાની પ્રક્રિયા ચાલી રહી હતી, તેથી તેમના સંબંધો વિશે અટકળો ઝડપથી ફેલાઈ ગઈ.
ભારતીય ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસ પર છે ત્યારે ચહલ અને મહવશ પણ ઈંગ્લેન્ડમાં જોવા મળ્યા હતી અને તેમનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બન્ને લંડનની ગલીઓમાં ફરતા જોવા મળી રહ્યા છે.




















