યુજવેન્દ્ર ચહલના માતા-પિતા થયા કોરોના સંક્રમિત, પિતા હોસ્પિટલમાં દાખલ, પત્ની ધનશ્રી વર્માએ આપી જાણકારી
હું જ્યારે હોસ્પિટલમાં હતી ત્યારે ખરાબ સ્થઇતિ જ ઈ. હું સાવધાની રાખી રહી છું અને તમને આગ્રહ કરું છું કે ઘર પર સુરક્ષિત રહો અને પરિવારનું ધ્યાન રાખો.’
Yuzvendra Chahal Parents Corona Positive: ટીમ ઇન્ડિયાના સ્ટાર બોલર યુજવેન્દ્ર ચહલના માતા-પિતા કોરોનાથી સંક્રમિત થયા છે. ચહલના પિતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યારે માતાની ઘર પર જ સારવાર ચાલી રહી છે. યુજવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ તેની જાણકારી આપી છે.
ધનશ્રી વર્માએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોસ્ટ શેર કરતાં કહ્યું, ‘મારા સાસુ-સસરા કોરોના વાયરસથી સંક્રમિત થયા છે અને સસરાને ગંભીર લક્ષણો જણાતા હોસ્પિટલમાં દાખલ કર્યા છે, જ્યારે સાસુની ઘર પર જ સારવાર ચાલી રહી છે. હું જ્યારે હોસ્પિટલમાં હતી ત્યારે ખરાબ સ્થઇતિ જ ઈ. હું સાવધાની રાખી રહી છું અને તમને આગ્રહ કરું છું કે ઘર પર સુરક્ષિત રહો અને પરિવારનું ધ્યાન રાખો.’
ધનશ્રીના માતા અને ભાઈ પણ થયા છે કોરોનાથી સંક્રમિત
ધનશ્રીએ કહ્યું, ‘એપ્રિલ ને મે વાસ્તવમાં મારા માટે ખૂબ જ પડકારજનક રહ્યા છે. પહેલા મારી માતા અને ભાઈ પોઝિટિવ આવ્યા. તેના પોઝિટિવ હોવાના સમયે હું આઈપીએલ બાયો બબલમાં હતી અને મદદ ન કરી શકી, પરંતુ તમના હાલચાલની જાણકારી મેળવતી રહી. પોતાના પરિવારથી દૂર રહેવું ઘણું જ મુશ્કેલભર્યું છે. સૌભાગ્યની વાત એ છે કે મારા ભાઈ અને માતા ઝડપથી સાજા થઈ ગયા પરંતુ આ ઘાતક વાયરસને કારણે મેં મારા આંટી ગુમાવ્યા છે અને હવે મારા સાસું-સસરા પોઝિટિવ આવ્યા છે. તેની સાછે જ તેણે લોકોને જરૂરિયાતમંદોની મદદ કરવા અને કોવિડ નિયમોનું પાલન કરવાની પણ અપીલ કરી છે.
આઈપીએલ 2021માં યુજવેન્જ્ર ચહલ રોયલ જેલેન્જર્સ બેંગલોર (આરસીબી)ની ટીમનો ભાગ હતો અને તે કોઈ ખાસ કમાલ કરી શક્યો ન હતો. ચહલ જુલાઈમાં શ્રઈલંકા જનાર ટીમમાં સામેલ હશે.
કોરોના સામે લડવા ભારતની મદદે કયા દેશના ક્રિકેટરો આવ્યા, મદદ કરવા માટે શું અપનાવ્યો રસ્તો, જાણો વિગતે
હૉસ્પીટલમાં તરફડીયા મારતાં દર્દીને જોઇ કયા ક્રિકેટરે લોકો પાસે માંગ્યુ રેમડેસિવિર ઇન્જેક્શન, કોણે ગણતરીની મિનીટોમાં મોકલાવ્યુ ઇન્જેક્શન