શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ડે-નાઇટ ટેસ્ટ પહેલા ભારત પર માનસિક દબાણ ઉભુ કરવા આ ઇંગ્લિશ ક્રિકેટરે આપ્યુ મોટુ નિવેદન, જાણો વિગતે
ઇંગ્લિશ બેટ્સમેન જેક ક્રાઉલીનુ કહેવુ છે કે પિન્ક બૉલ ટેસ્ટમાં અમારુ પલડુ ભારે રહેશે. ભારતને અમે આસાનીથી હરાવીશું. ઉલ્લેખનીય છે કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં બન્ને ટીમો 1-1ની બરાબરી પર છે
નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ત્રીજી ટેસ્ટ રમાવવાની છે. આ ટેસ્ટ પિન્ક બૉલ ટેસ્ટ એટલે કે ડે-નાઇટ ટેસ્ટ છે. ટેસ્ટ પહેલા ભારતીય ટીમ પર માનસિક દબાણ લાવવા ઇંગ્લિશ ક્રિકેટરોએ પેંતરા શરૂ કરી દીધા છે. ઇંગ્લિશ બેટ્સમેન જેક ક્રાઉલીનુ કહેવુ છે કે પિન્ક બૉલ ટેસ્ટમાં અમારુ પલડુ ભારે રહેશે. ભારતને અમે આસાનીથી હરાવીશું. ઉલ્લેખનીય છે કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં બન્ને ટીમો 1-1ની બરાબરી પર છે.
જ્યારે ક્રાઉલીને એ પુછવામાં આવ્યુ કે જો ત્રીજી ટેસ્ટમાં બૉલ સ્વિંગ થાય છે તો કોને ફાયદો થશે, ક્રાઉલીએ આના પર કહ્યું- અમારા માટે આ અનુકુળ રહેશે, અમે આવી પરિસ્થિતિઓમાં રમતા રમતા મોટા થયા છીએ. બૉલરોને અમે મારી શકીશુ, એટલે એ કહી શકાય કે અમે ભારત પર ભારે પડી શકીએ છીએ.
જેક ક્રાઉલીએ વધુમાં કહ્યું કે, જસપ્રીત બુમરાહ, અનુભવી ઇશાન્ત શર્મા અને મોહમ્મદ સિરાજના સંબંધમાં કહ્યું- તેમની પાસે અવિશ્વસનીય ફાસ્ટ આક્રમણ અને અસાધારણ બેટ્સમેન છે, અને એટલા માટે અમને વધુ ફાયદો નહીં મળે. પરંતુ લાલ બૉલની સરખામણીમાં ગુલાબી બૉલ વધુ સ્વિંગ કરે છે જેથી ફાસ્ટ બૉલરોને થોડી મદદ મળે છે. મને આશા છે કે છેલ્લી બે ટેસ્ટ મેચોની સરખામણીમાં આ મેચમાં ફાસ્ટ બૉલરોને વિકેટો ઝડપવામાં વધુ મોકા મળશે.
(પ્રતિકાત્મક તસવીર)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રાઇમ
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion