ગંભીરના આ ટ્વિટ બાદ રક્ષા મંત્રાલયે આ વ્યક્તિની મદદનો ભરોસો વ્યક્ત કર્યો છે. રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ તેમના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને લખ્યું કે, અમે તમારા આ પગલાંની પ્રશંસા કરીએ છીએ અને ભરોસો આપીએ છીએ કે શક્ય તેટલા વહેલા મદદ કરીને પગલાં લેવામાં આવશે. જેના જવાબમાં ગંભીરે પણ તેમનો આભાર માન્યો હતો.
2/5
ગંભીરે ફોટો પોસ્ટ કરીને લખ્યું કે., આ છે પીતામ્બરન. જેનો આઈડી જોઈને ખબર પડી શકે છે કે તેમણે 1965 અને 1971માં ભારતીય આર્મીમાં સેવા આપી છે. તેમનું કહેવું છે કે તેમને આર્મીથી જે મદદ મળવાની હતી તે ટેક્નિકલ કારણોસર અટકી ગઈ છે. હું તેમની મદદ માટે અપીલ કરું છું. આ વ્યક્તિ હાલ કનોટ પ્લેસના એ બ્લોક પાસે ભીખ માંગતો નજરે પડી રહ્યો છે.
3/5
ગંભીરે શનિવારે પૂર્વ જવાનનો ફોટો ટ્વિટ કરીને લખ્યું કે, આ પૂર્વ જવાન છે અને મદદ ન મળવાના કારણે ભીખ માંગવા મજબૂર બન્યો છે. તેણે તેના આ ટ્વિટને ઈન્ડિયન આર્મીના ડીજીપી, રક્ષામંત્રી અને રક્ષા મંત્રીના પ્રવક્તાને પણ ટેગ કર્યા છે.
4/5
ગૌતમ ગંભીરે કરેલા ટ્વિટનો સ્ક્રીનશોટ.
5/5
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ અને પોતાના બેધકડ નિવેદનો માટે જાણીતો ટીમ ઈન્ડિયાનો પૂર્વ ખેલાડી ગૌતમ ગંભીર ફરી એક વખત સમાચારમાં છે. ભારતીય સેના પ્રત્યે વિશેષ આદર ધરાવતો ગંભીર પૂર્વ જવાનની મદદ માટે આગળ આવ્યો છે. ટીમ ઈન્ડિયાને 2007નો T20 અને 2011નો વિશ્વ કપ જીતાડવામાં ગૌતમ ગંભીરનો મહત્વનો ફાળો હતો.