Commonwealth Games 2022: લોન બાઉલ્સમાં ભારતીય મહિલા ટીમે રચ્યો ઈતિહાસ, હવે ગોલ્ડ માટે રમશે...
કોમનવેલ્થ ગેમ્સ 2022નું આયોજન બર્મિંગમમાં થઈ રહ્યું છે. કોમનવેલ્થ ગેમ્સના ચોથા દિવસે 'લોન બાઉલ્સ'ની રમતમાં ભારતીય મહિલા ટીમે ઈતિહાસ રચી દીધો છે.
Commonwealth Games 2022 Lawn Bowls: કોમનવેલ્થ ગેમ્સ 2022નું આયોજન બર્મિંગમમાં થઈ રહ્યું છે. કોમનવેલ્થ ગેમ્સના ચોથા દિવસે 'લોન બાઉલ્સ'ની રમતમાં ભારતીય મહિલા ટીમે ઈતિહાસ રચી દીધો છે. વુમેન્સ ફોરની સેમીફાઈનલમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું છે અને ન્યૂજીલેન્ડને 16-13થી હરાવ્યું છે. ભારત માટે લવલી ચોબે, પિન્કી, નયનમોની અને રુપા રાનીએ આ મુકાબલામાં રમી રહી હતી. આ ટીમે શાનદાર પ્રદર્શન કરતાં ભારતને જીત અપવી હતી. હવે ભારતની ટીમ ફાઈનલ મેચ 2 ઓગસ્ટે દક્ષિણ આફ્રિકા સામે રમશે.
લૉન બાઉનલ્સની વિમેન્સ ફોરની સેમીફાઈનલ મેચમાં ભારત અને ન્યૂજીલેન્ડ વચ્ચે મુકાબલો હતો જેમાં ભારતીય ટીમે શાનદાર જીત મેળવી હતી. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ એક મેડલ નક્કી કરી લીધો છે. પરંતુ હવે ગોલ્ડ મેડલ માટે મુકાબલો રમાશે. ભારતીય મહિલા ટીમે આ મેચમાં 16-13થી જીત મેળવી છે. પહેલાં ભારતીય ટીમ આ ગેમમાં પાછળ ચાલી રહી હતી. પરંતુ પાછળથી સારુ પ્રદર્શન કરીને લીડ મેળવી હતી અને ન્યૂજીલેન્ડને હરાવ્યું હતું. ટીમની લીડ લવલીએ સારુ પ્રદર્શન કર્યું હતું. આ સાથે પિંકી, નયનમોની અને રુપા રાનીએ પણ સારું પ્રદર્શન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, મેડલ લિસ્ટમાં ભારત હાલ છઠ્ઠા ક્રમે છે. ભારતે હાલ કુલ 6 મેડલ જીત્યા છે. ભારતે ત્રણ ગોલ્ડ, બે સિલ્વર અને એક બ્રોન્જ મેડલ જીત્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયા ટોપ પર છે. ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધીમાં 22 ગોલ્ડ, 14 સિલ્વર અને 18 બ્રોન્જ મેડલ જીત્યા છે. ઓસ્ટ્રેલિયાએ કુલ 54 મેડલ જીત્યા છે. આ મામલે ઈંગ્લેન્ડ 35 મેડલ્સ સાથે બીજા સ્થાન પર છે જ્યારે ન્યુજીલેન્ડ ત્રીજા સ્થાન પર છે.
🇮🇳 Creates History at @birminghamcg22 🔥
— SAI Media (@Media_SAI) August 1, 2022
India's #LawnBowl Women's Four team creates history by becoming the 1st Indian Team to reach the Finals of #CommonwealthGames
India 🇮🇳 16- 13 🇳🇿 New Zealand (SF)
They will now take on South Africa in the Finals on 2nd Aug#Cheer4India pic.twitter.com/tu64FSoi8R