આ મામલે ડીસીપી નૂપુર પ્રસાદે કહ્યું કે, સેન્ટ સ્ટીફન્સ ગ્રાઉન્ડ પર સિલેક્શન ટ્રાયલ ચાલી રહ્યો હતો. અનુજ ડેઢા, જેનું સિલેક્શન નહોતું થયું અને તેણે રિજેક્ટ થવાનું કારણ પૂછયું હતું. તે પછી અચાનક તેણે થપ્પડ મારી હતી. સાથે અન્ય ૧૦થી ૧૫ યુવકોએ પણ ભંડારી પર હુમલો કરી દીધો હતો. આ મામલે અનુજ ડેઢા અને તેના ભાઈ નરેશની અટકાયત કરી છે. બાકીના લોકો કોણ હતા તેની શોધ માટે ગ્રાઉન્ડની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાની મદદ લઈ રહી છે. પોલીસે અનુજને એક દિવસના રિમાન્ડ અને નરેશને બે દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે.
2/3
રજત શર્માએ કહ્યું કે, આ મામલે બુધવારે મિટિંગ બોલાવાશે અને આ બંને ભાઈઓને સજા આપવા અંગે ચર્ચા થશે. દિલ્હીના પૂર્વ કેપ્ટન ગૌતમ ગંભીરે આજીવન પ્રતિબંધ લગાવવા સૂચવ્યું છે. હું ગંભીરના આ સૂચનથી સહમત છું અને તેમના પર આજીવન પ્રતિબંધ લગાવવાની હવે માત્ર ઔપચારિકતા જ બાકી રહી છે.
3/3
નવી દિલ્હીઃ દિલ્હી એન્ડ જિલ્લા ક્રિકેટ સંઘ (ડીડીસીએ) એ અંડર-23 ક્રિકેટર અનુજ ડેઢા પર આજીવન પ્રતિબંધ લગાવવાની પૂરી તૈયારી કરી લીધી છે. અનુજ ડેઢાએ રાજ્યની અંડર-23 ટીમમાં પસંદગી ન થવા પર પૂર્વ ભારતીય બોલર અમિત ભંડારીની સાથે મારપીટ કરી હતી. સીનીયર સિલેક્ટર્સ સમિતિના અધ્યક્ષ ભંડારી પર ડેઢા અને તેના સાથીઓએ સોમવારે સેન્ટ સ્ટીફન્સ મેદાન પર ત્યારે હુમલો કર્યો જ્યારે તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની તૈયારી કરી રહેલ દિલ્હીના સીનિયર ટીમનો અભ્યાસ મેચ જોઈ રહ્યા હતા.