શોધખોળ કરો
Advertisement
ક્રિકેટર દીપક ચહરે બહેનને રક્ષાબંધન પર ભેટમાં આપ્યું 500 રૂપિયાની નોટોનું બંડલ, જુઓ વીડિયો
સમગ્ર દેશમાં રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ પણ આ તહેવારની ઉજવણી કરી હતી. ફાસ્ટ બોલર દીપક ચહરે પોતાની બહેન સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી.
નવી દિલ્હી: સમગ્ર દેશમાં રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ પણ આ તહેવારની ઉજવણી કરી હતી. ફાસ્ટ બોલર દીપક ચહરે પોતાની બહેન સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી.
રક્ષાબંધનના તહેવાર પર બહેન ભાઈને રાખડી બાંધતી હોય તે વીડિયો દિપકે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં બહેન દિપકને રાખડી બાંધતી જોવા મળી રહી છે. રાખડી બાંધ્યા બાદ દીપકે બહેનને 500 રૂપિયાની નોટનુ એક બંડલ આપ્યું હતું. દીપકનો આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે દીપક ચહરનું આઈપીએલમાં એન્ટ્રી પછી નસીબ બદલાઈ ગયું છે. ધોનીની કેપ્ટનશિપમાં ચેન્નાઈસુપર કિંગ્સ તરફથી રમતા દીપક ચાહરે 17 મેચમાં 22 વિકેટ ઝડપી હતી. દીપક ચહરે ભારતની ટી-20 ટીમમાં સ્થાન બનાવ્યું છે. હાલમાં તે વેસ્ટ ઇન્ડીઝમાં ટી-20 શ્રેણીની અંતિમ મેચમાં રમ્યો હતો. દીપકે 3 ઓવરમાં 4 રન આપી 3 વિકેટ ઝડપી મેન ઓફ ધ મેચ બન્યો હતો. દીપક ચહરના કઝિન રાહુલે પણ ટીમ ઇન્ડિયામાં ટી-20 ટીમમાં ડેબ્યૂ કરતા એક વિકેટ ઝડપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement