શોધખોળ કરો
મુંબઇ સામે હાર્યા બાદ ધોની બગડ્યો, કોના માથે ફોડ્યુ હારનું ઠીકરુ, જાણો વિગતે
ધોનીએ મેચ બાદ ગુસ્સો ઠાલવતા કહ્યું કે, પીચને જોવાના બદલે અમારે અમારી બેટિંગને જોવાની જરૂર હતી. અમારા બેટ્સમેનો ફ્લૉપ ગયા જેના કારણે અમે હાર્યા. અમારા બેટ્સમેનોએ થોડી સારી બેટિંગ કરવાની જરૂર હતી
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની ચાલુ સિઝનમાં પહેલા ક્વૉલિફાયર રાઉન્ડમાં મુંબઇ ઇન્ડિયન્સ સામે માત ખાદ્યા બાદ ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ગુસ્સો ભરાયો હતો. ધોનીએ કહ્યું કે, ટીમના બેટ્સમેનોના કારણે હાર મળી, તેમને થોડી વધારે મહેનત કરવાની જરૂર હતી. મુંબઇના સૂર્યકુમારે મેચ જીતાઉ 72 રનની અણનમ ઇનિંગ રમીને રોહિતની ટીમને ફાઇનલમાં પહોંચાડી દીધી હતી.
હારથી ગિન્નાયેલા ધોનીએ મેચ બાદ ગુસ્સો ઠાલવતા કહ્યું કે, "પીચને જોવાના બદલે અમારે અમારી બેટિંગને જોવાની જરૂર હતી. તમારે તમારી ઘરેલુ પીચ વિશે ખબર હોવી જોઇએ. ભલે પછી તે ગમે તેવી હોય પણ અમે સારુ નથી કર્યુ. અમારા બેટ્સમેનો ફ્લૉપ ગયા જેના કારણે અમે હાર્યા. અમારા બેટ્સમેનોએ થોડી સારી બેટિંગ કરવાની જરૂર હતી."
નોંધનીય છે કે, ચેન્નાઇ સુપર કિંગ્સ પહેલા બેટિંગ કરતાં 131 રનોના ટાર્ગેટ આપ્યો હતો. પીછો કરવા ઉતરેલી મુંબઇની ટીમે 18.3 ઓવરોમાં ચાર વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસિલ કરી લીધુ હતુ. આ સાથે જ મુંબઇ ફાઇનલમાં પહોંચી ગઇ હતી. જોકે, ધોનીની ટીમને ફાઇનલમાં પહોંચવાનો એક ચાન્સ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement