નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ વનડે મેચની સીરીઝની બીજી વનડે આજે રમાઈ હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. ભારતે 4 વિકેટના નુકસાન પર 324 રન બનાવ્યા હતા. ભારતે ન્યૂઝિલેન્ડને જીત માટે 325 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જોકે ન્યુઝીલેન્ડ આ ટાર્ગેટ સુધી પહોંચી ન સકતા માત્ર 234 પર આખી ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી.
2/4
વનડે ક્રિકેટમાં સચિન તેંડુલકરે 18,426 રન બનાવ્યા છે જે એક વર્લ્ડ રેકોર્ડ છે. ત્યાર બાદ કુમાર સંગાકારાએ 14,234 રન , રિકી પોંટિંગે 13,704 રન, સનત જયસૂર્યાએ 13,430 રન , મહેલા જયવર્ધનેએ 12,650 રન , ઈન્ઝમમ-ઉલ-હકે 11,739 રન જેક કેલિસે 11,579 રન , સૌરવ ગાંગુલીએ 11,363 રન અને રાહુલ દ્રવિડે 10,889 રન બનાવ્યા છે.
3/4
મહેન્દ્ર સિંહ ધોનીએ 48 રનની નોટઆઉટ ઇનિંગ રમી વનડે ક્રિકેટમાં રન બનાવવાના મામલે બ્રાયન લારાને પાછળ છોડી દિધો છે. હાલ ધોનીના નામે 337 મેચોમાં 10,414 રન છે અને આ સાથે તેણે બ્રાયન લારાને 10,405 પાછળ રાખી દિધો છે. હવે ધોની અને વિરાટ કોહલી 10,473 વચ્ચે ટક્કર જોવા મળી રહી છે.
4/4
ભારત તરફથી રોહિત શર્માએ 87, શિખર ધવને 66, વિરાટ કોહલી 43, અંબાતી રાયડૂએ 43 અને ધોનીએ નોટઆઉટ 48 રન બનાવ્યા હતા. ધોનીએ સતત ચોથી અડધી સદી પૂરી ન કરી શક્યો પરંતુ તેને એક અલગ રેકોર્ડ બનાવ્યો છે.