શોધખોળ કરો
Advertisement
સુશાંત સિંહના મોતથી ખૂબ જ દુખી અને ઉદાસ છે ધોની, મેનેજરે આપી જાણકારી
ધોની પર બનેલી ફિલ્મમાં કામ કરતા પહેલા જ સુશાંત સિંહ માહીના મોટા ફેન હતા.
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેંદ્ર સિંહ ધોની પર બનેલી ફિલ્મ એમ એસ ધોની ધ અનટોલ્ટ સ્ટોરીમાં માહીની ભૂમિકા નિભાવનાર અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આ દુનિયામાં નથી રહ્યા. રવિવારે સુશાંત સિંહ રાજપૂતનું મોત થયું હતું. આ ફિલ્મના કારણે સુશાંત સિંહ અને મહેંદ્ર સિંહ ધોની વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ હતી. સુશાંતના આકસ્મિક નિધન પર ધોનીએ સામે આવીને કોઈ પ્રતિક્રિયા નથી આપી, પરંતુ તેના મેનેજરે જણાવ્યું કે ધોની ખૂબ જ દુખી અને ઉદાસ છે.
ધોનીના મિત્ર અને તેમના મેનેજર અરૂણ પાંડેએ કહ્યું, અમે વિશ્વાસ નથી કરી શકતા કે શું થયું છે. હું કંઈ નથી બોલી શકતો. માહી ખૂબ જ દુખી અને ઉદાસ છે. આ ખૂબ જ દુખ છે. સુશાંત માત્ર 34 વર્ષનો હતો અને તમામ કરિયર બાકી હતું. એ વાતમાં કોઈ શક નથી કે તે ખૂબ જ શાનદાર કામ કરતો હતો. જિંદગીમાં ઉતાર ચડાવ ચાલતા રહે છે.
એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ડિપ્રેશનના કારણે સુશાંત સિંહે આત્મહત્યા કરી. અરૂણે કહ્યું, અમે સાથે બેસતા હતા. તે હંમેશા કહેતો હતો કે માહી પર બની રહેલી ફિલ્મમાં સારૂ કરીશ નહી તો ધોનીના ફેન્સ મને ક્યારેય માફ નહી કરે. સુશાંત ખૂબ જ મહેનતુ હતો અને તેણે ફિલ્મમાં શાનદાર કામ કર્યું હતું.
આ પહેલા ધોનીના મેનેજરે જાણકારી આપી હતી કે સુશાંતના જતા રહ્યા બાદ માહીની ફિલ્મની સીક્વલ નહી બને. મેનેજરનું કહેવું હતું કે ધોનીને કોઈ અન્ય વ્યક્તિ આ ફિલ્મની સીક્વલ માટે ન મનાવી શકે.
એવા રિપોર્ટ્સ સામે આવ્યા છે કે સુશાંત સિંહ રાજપૂત ક્રિકેટર બનવા માંગતો હતો અને બાદમાં તેણે પોતાનું સપનું બદલી નાખ્યું. સુશાંત સિંહની બેટિંગ જોઈ સચિન તેંદુલકરે કહ્યું હતું કે આમને તો ક્રિકેટ જ રમવું જોઈએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement