શોધખોળ કરો
Advertisement
ધોનીના કરિયરનો ધ એન્ડ ? દક્ષિણ આફ્રિકા સામે ટીમમાં સ્થાન મળવાની શક્યતા નહીંવત
ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની વેસ્ટ ઇન્ડિઝ પછી દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝમાંથી પણ હટી શકે છે. રિષભ પંત સિલેક્ટર્સની પ્રથમ પસંદ હોવાથી તેઓ ધોનીને પસંદ કરવાની તરફેણમાં નથી.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની વેસ્ટ ઇન્ડિઝ પછી દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝમાંથી પણ હટી શકે છે. રિષભ પંત સિલેક્ટર્સની પ્રથમ પસંદ હોવાથી તેઓ ધોનીને પસંદ કરવાની તરફેણમાં નથી. તેઓ પંતને ટીમમાં વધુને વધુ તક આપવા માગે છે. ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ત્રણ ટી-20 મેચની સીરિઝ રમશે. પ્રથમ મેચ 15 સપ્ટેમ્બરના રોજ ધર્મશાલા ખાતે રમાશે. ધોનીએ વર્લ્ડકપ પછી ક્રિકેટમાંથી બે મહિનાનો બ્રેક લીધો હતો. તે જમ્મુ-કાશ્મીરમાં સેનાના કેમ્પમાં ટ્રેનિંગ કરી રહ્યો હતો. તેથી તે વિન્ડીઝના પ્રવાસે વનડે અને ટી-20માં રમ્યો ન હતો.
બીસીસીઆઈના વરિષ્ઠ અધિકારીએ બુધવારે ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, 'ભારતીય ટીમ વર્લ્ડ ટી-20 પહેલા 22 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. સિલેક્ટર્સનો દૃષ્ટિકોણ હવે સ્પષ્ટ થઈ ગયો છે કે હવે સમય આગળ વધવાનો છે. તેઓ મર્યાદિત ઓવર માટે, ખાસ કરીને ટી 20 માટે ત્રણ વિકેટકીપરનો પૂલ બનાવવાની યોજના બનાવી રહ્યા છે.
દક્ષિણ આફ્રિકા સામેનીસીરિઝની પહેલી મેચ 15 સપ્ટેમ્બરના રોજ ધર્મશાલામાં, બીજી મેચ 18 સપ્ટેમ્બરે મોહાલીમાં અને ત્રીજી મેચ 22 સપ્ટેમ્બરે બેંગલુરુમાં રમાશે. સીરિઝ માટે ટીમની પસંદગી 4 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે. માનવામાં આવે છે કે વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી -20 સીરિઝમાં રમનારા ખેલાડીઓ જ જાળવી રાખવામાં આવશે. પસંદગીકારો 2020માં યોજાનારા ટી -20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ખેલાડીઓને સતત તક આપવા માગે છે.
મોદી સરકારનો મોટો નિર્ણય, હવે ફોનની જેમ વીજળી કંપની પણ બદલી શકાશે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement