શોધખોળ કરો
બેટિંગ માટે આવ્યો તે અગાઉ રોહિત શર્માથી નારાજ હતો દિનેશ કાર્તિક, જાણો કેમ
1/5

નવી દિલ્હીઃ નિદહાસ ટી-20 સીરિઝની ફાઇનલમાં બાંગ્લાદેશ સામે અંતિમ બોલ પર સિક્સ ફટકારીને ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન બનાવનારા બેટ્સમેન દિનેશ કાર્તિકના સૌ કોઇ વખાણ કરી રહ્યા છે પરંતુ કેપ્ટન રોહિત શર્માએ ખુલાસો કર્યો હતો કે, નીચલા ક્રમમાં બેટિંગ માટે મોકલવાના નિર્ણયથી દિનેશ કાર્તિક નારાજ થયો હતો અને તે છઠ્ઠા ક્રમે બેટિંગ માટે આવવા માંગતો હતો.
2/5

રોહિતે કહ્યું કે, આ કારણે હું 13મી ઓવરમાં આઉટ થયો ત્યારે મે દિનેશને છઠ્ઠા ક્રમે બેટિગ માટે મોકલ્યો નહોતો. તેને કારણે તે મારા પર નારાજ થયો હતો. પરંતુ મેચનો સુખદ અંત આવતા તે ખૂબ ખુશ છે. ઉલ્લેખનીય છે કે કાર્તિકની આક્રમક બેટિંગને કારણે ટીમ ઇન્ડિયાને જીત મળી હતી. કાર્તિકે આઠ બોલમાં 29 રન બનાવ્યા હતા. તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
Published at : 19 Mar 2018 03:35 PM (IST)
Tags :
Dinesh KarthikView More























