Hun To Bolish : હું તો બોલીશ : વિકાસની દોડ
Hun To Bolish : હું તો બોલીશ : વિકાસની દોડ
સુરતીઓ માટે આનંદના સમાચાર... ટૂંક સમયમાં સુરતમાં ચાલશે મેટ્રો.. જેના માટે આજથી ટ્રાયલ રન શરુ કરવામાં આવી.. સુરત મેટ્રો ટ્રેનના ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સ્ટેશન વચ્ચેના ૮.૫ કિ.મી.ના વાયડક્ટનું કાર્ય પૂર્ણ થયું છે.. ટ્રેક બિછાવવાનું તેમજ ટ્રેક્શન પાવર માટે થર્ડ રેલનું કામ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. કુલ સાત સ્ટેશન બિલ્ડિંગનું સ્ટ્રક્ચર કામ પૂર્ણ થયું છે અને એન્ટ્રી એક્ઝિટ સ્ટ્રક્ચર તથા ફિનિશિંગના કાર્યમાં નોંધપાત્ર પ્રગતિ થયેલ છે. આ ટ્રાયલમાં ટ્રેન રનીંગ આશરે ૫૦૦ કલાકનો કરવામાં આવતો હોય છે અને તેની સર્વે ચકાસણી તથા RDSO, CMRS દ્વારા પણ ચકાસણી કરવાની હોય છે. જે આજના ટ્રાયલ રન થી શરૂ થઈ છે.
તો ભાવનગરમાં કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુના હસ્તે ભાવનગર-નવી મુંબઈ ફ્લાઇટનું ફ્લેગ ઓફ કરાયું.. રામમોહન નાયડુના જણાવ્યા અનુસાર આ ફ્લાઈટ કનેક્ટિવિટીથી હવાઈ માર્ગે દેશ અને દુનિયા સાથે જોડાશે ભાવનગર..
ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા આ રૂટ પર દરરોજ સવાર અને સાંજ એમ બે ફ્લાઇટ સંચાલિત કરવામાં આવશે. જેમાં સવારે ૮:૩૫ કલાકે અને રાત્રે ૮.૫૦ વાગ્યે એમ બે ફ્લાઇટ નવી મુંબઈ માટે ઉડાન ભરશે. આ નવી હવાઈ સુવિધા ઉપલબ્ધ થવાથી ભાવનગરના વિવિધ ઉદ્યોગ, વ્યાપાર અને પ્રવાસન ક્ષેત્રને મોટો ફાયદો થશે તેમજ નવી મુંબઈ મારફતે અન્ય મહાનગરો સાથેની કનેક્ટિવિટી પણ સરળ બનશે.






















