શોધખોળ કરો
IPLમાં ધોની નહીં પણ આ ખેલાડી બન્યો ‘બેસ્ટ મેચ ફિનિશર’, જુઓ આંકડા
1/5

ધોનીએ આ IPLમાં ઘણી સારી ઈનિંગ રમી ટીમને જીતાડી છે, છતા તે દિનેશ કાર્તિક કરતા પાછળ રહ્યો છે. તેણે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ અણનમ 70 રનની જબરદસ્ત ઈનિંગ રમી હતી. બાદમાં બેંગ્લોર વિરુદ્ધ જ 31 રનની નાની પણ મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ પણ તેને માત્ર 20 રની ખૂબ જ ઉપયોગી ઈનિંગ રમી હતી. જોકે, કાર્તિકે પ્રમાણમાં ધોની કરતા વધુ મેચ વિનિંગ ઈનિંગ્સ રમી છે અને વધારે મેચોમાં ફિનિશરની ભૂમિકા ભજવી છે.
2/5

આ સીઝનમાં જ KKRનો કેપ્ટન બનેલો કાર્તિક શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યો છે. IPLની ત્રીજી મેચમાં તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ નિર્ણાયક 35 રન, 15મી મેચમાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ અણનમ 42 ત્યારબાદ ચેન્નઈ વિરુદ્ધ અણનમ 45 અને ગત મેચમાં રાજસ્થાન વિરુદ્ધ અણનમ 41 રનની ઈનિગ રમી હતી. આ તમામ મેચો એવી રહી જેમાં દિનેશ કાર્તિકની ઈનિંગથી રિઝલ્ટ KKRના પક્ષમાં આવ્યા.
Published at : 21 May 2018 08:02 AM (IST)
View More





















