શોધખોળ કરો
Advertisement
વિરાટ કોહલીના ફિટનેસનું સાચું કારણ અનુષ્કા નહીં પણ આ ભારતીય ક્રિકેટરની પત્ની છે
ટીમ ઇન્ડિયાના પૂર્વ ટ્રેનર શંકર બાસૂએ કહ્યું કે, શરૂઆતના ત્રણ વર્ષ અમે ઇન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન ગરમીમાં ટ્રેનિંગ કરી રહ્યા હતા.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીના કેપ્ટન વિરાટ કોહલીને વિશ્વના કેટલાક બેસ્ટ ફિટ ખેલાડીઓમાં ગણવામાં આવે છે. ફિટનેસના મામલે અન્ય ભારતીય ખેલાડી પણ વિરાટને પોતાનો આદર્શ માને છે અને તેને તેમની પાસેથી પ્રેરણા લઈને ખુદને વધારે ફિટ બનાવવાનો પ્રયત્ન કરે છે. આમ તો વિરાટ કોહલીએ ક્યારેય એ વાતનો ઉલ્લેખ નથી કર્યો કે તે અંતે ક્યા કારણે ફિટનેસ પ્રત્યે આટલા આકર્ષિત થયા, પરંતુ હવે ટીમ ઇન્ડિયાના પૂર્વ ટ્રેનર શંકર બાસૂએ આ વાતનો ખુલાસો કર્યો છે.
શંકર બાસૂએ કહ્યું કે, ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને દિનેશ કાર્તિકની પત્ની અને સ્ક્વૈશ ખેલાડી દીપિકા પલ્લીકલ પાસેથી ફિટ રહેવાની પ્રેરણા મળી છે. પલ્લીકલે જ વિરાટને ફિટનેસ મેળવવા માટે અને સખત મહેનત કરવા માટે પ્રેરિત કર્યો છે.
ટીમ ઇન્ડિયાના પૂર્વ ટ્રેનર શંકર બાસૂએ કહ્યું કે, શરૂઆતના ત્રણ વર્ષ અમે ઇન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન ગરમીમાં ટ્રેનિંગ કરી રહ્યા હતા. તે બાદ જ્યારે વિરાટ કોહલીએ દીપિકા પલ્લીકલને ટ્રેનિંગ કરતા જોઇએ અને તેનાથી ખૂબ પ્રેરિત થયા. તે વ્યક્તિગત રમતમાં ફિટનેસને એવા સ્તરને જોઇને આશ્ચર્યચકિત થયા હતા. આ વાત પર તેને ચર્ચા કરી. કહ્યું અમે આવી ટ્રેનિંગ કેમ નથી કરી શકતા?
શંકર બાસૂ મુજબ, વિરાટ કોહલી પોતાને બેસ્ટ સાબિત કરવાની કોશિશ ક્યારેય છોડતો નથી. આજ કારણ છે અને મને લાગે છે કે તે સારુ કરી શકે છે. હું હંમેશા જણાવતો હતો કે તેના આદર્શ ઉસૈન બોલ્ટ અને નોવાક જોકોવિચ હોવા જોઇએ. જેથી તેને હવે આગળ લાંબો સફળ નક્કી કરવાનો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion