Paris Olympics: નીરજ ચોપરાને પછાડી ગોલ્ડ જીતનાર અરશદ નદીમ સામે ઉઠી ડોપ ટેસ્ટની માગ, શું પાકિસ્તાની ખેલાડીની મુશીબત વધશે?
Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક્સ 2024માં પુરુષોની ભાલા ફેંકની ઇવેન્ટ ગુરુવારે રોમાંચક રીતે સમાપન પર આવી હતી કારણ કે પાકિસ્તાનના અરશદ નદીમે 92.97 મીટરના રેકોર્ડ-બ્રેકિંગ થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક્સ 2024માં પુરુષોની ભાલા ફેંકની ઇવેન્ટ ગુરુવારે રોમાંચક રીતે સમાપન પર આવી હતી કારણ કે પાકિસ્તાનના અરશદ નદીમે 92.97 મીટરના રેકોર્ડ-બ્રેકિંગ થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઓલિમ્પિક ઈતિહાસમાં છઠ્ઠો સૌથી લાંબું પ્રદર્શન કરનાર આ એથલીટના પ્રદર્શનથી ઘણા ભારતીય નેટીઝન્સે પાકિસ્તાની એથ્લેટ પર ડોપ ટેસ્ટની માંગણી કરતા વિવાદનું મોજું ફરી વળ્યું છે.
અરશદ નદીમે ભાલા ફેંક સ્પર્ધાની ફાઇનલમાં ફાઉલથી શરૂઆત કરી હતી. આ પછી, તેનો બીજો પ્રયાસ ઓલિમ્પિક રેકોર્ડ હતો જે તેણે 92.97 મીટર ફેંક્યો હતો. અરશદનો ત્રીજો થ્રો 88.72 મીટર હતો. ચોથો થ્રો 79.40 હતો. પાંચમા થ્રોમાં અરશદે 84.87 મીટરના અંતરે ભાલો ફેંક્યો હતો જ્યારે છઠ્ઠા અને અંતિમ પ્રયાસમાં અર્શદે સૌને ચોંકાવી દીધા હતા અને બીજી વખત 90 મીટરનો આંકડો પાર કર્યો હતો અને 91.79 મીટરનું અંતર કાપ્યું હતું.
Officials should conduct a dope test on Arshad Nadeem; I don't trust that he can set a world record.
— Kuch Bhi!!!! (@KirkutExpert99) August 8, 2024
એક્સ પર પોસ્ટ કરતા એક ભારતીયે કહ્યું, સત્તાવાળાઓએ અરશદ નદીમનો ડોપ ટેસ્ટ કરાવવો જોઈએ; મને વિશ્વાસ નથી થતો કે તે વિશ્વ વિક્રમ બનાવી શકશે,
That throw from Arshad Nadeem was outstanding! Undoubtedly a dope test is really needed for Arshad Nadeem. @Olympics please conduct a dope test of Arshad Nadeem.
— Jitendra Gautam 🕉️🇮🇳🪷 (@JagrutBharatiya) August 8, 2024
Neeraj Chopra threw his best of the year but it was three metres short of Nadeem. Big venue, big game! Neeraj gave…
અન્ય એક નેટીઝને કહ્યું, અરશદ નદીમનો ડોપ ટેસ્ટ જરૂરી છે. તેણે સ્પષ્ટપણે પરફોર્મન્સ વધારતી કેટલીક દવાઓનો ઉપયોગ કર્યો છે. 92.97 મીટર શક્ય નથી. ઓલિમ્પિક કમિટીએ તાત્કાલિક આની તપાસ કરવી જોઈએ.
Arshad Nadeem is high on drugs.
— Incognito (@Incognito_qfs) August 8, 2024
I demand his drug test right away.
ફાઇનલમાં બીજા પ્રયાસમાં અરશદ નદીમે 92.97 મીટરનો થ્રો કર્યો કે તરત જ સોશિયલ મીડિયા પર 'ડોપિંગ' ટ્રેન્ડ થવા લાગ્યું. અરશદે ફાઇનલમાં તેના બે પ્રયાસોમાં 90-મીટરના આંકને સ્પર્શ કર્યો હતો. આ જ કારણ છે કે ચાહકો અરશદના રેકોર્ડ થ્રો પર બિલકુલ વિશ્વાસ નથી આવી રહ્યો. તમને જણાવી દઈએ કે અરશદે બનાવેલો 92.97 મીટરનો થ્રો પણ એક ઓલિમ્પિક રેકોર્ડ છે. જો કે, અરશદે ડોપ કર્યું છે કે નહીં તે નક્કી કરવાનું કામ વાડાએ કરવાનું છે.
DOPE TEST #ArshadNadeem @Olympics @OlympicKhel pic.twitter.com/aBx7Ha2N7D
— Ayan khan (@ayanprep22) August 8, 2024
I doubt Arshad Nadeem will pass the dope test. pic.twitter.com/oQN2v5Fsbp
— Yanika_Lit (@LogicLitLatte) August 8, 2024
Dope Test of Arshad Nadeem is necessary..he clearly used some performance enhancing drug..92.97 is not possible.. @Olympics committee should look into it Immediately
— Lord Bhivan (@Bhivansam) August 8, 2024
જો તે ડોપિંગમાં પકડાઈ જશો તો શું થશે?
તમને જણાવી દઈએ કે જો અરશદ નદીમ ડોપિંગ ટેસ્ટમાં પકડાઈ જશે તો ઓલિમ્પિક મેડલનો નિર્ણય બદલાઈ જશે. આવી સ્થિતિમાં નીરજ ચોપરાને ગોલ્ડ મેડલ અને પીટર એન્ડરસન કે જેણે ત્રીજું સ્થાન મેળવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે તેને સિલ્વર મેડલ આપવામાં આવશે. જ્યારે ચોથા ક્રમે ભાલો ફેંકનારને બ્રોન્ઝ આપવામાં આવશે.