શોધખોળ કરો
T-20માં બ્રાવો છે કોટ એન્ડ બોલ્ડનો બાદશાહ, પઠાણનો શાનદાર કેચ પકડી બનાવ્યો નવો રેકોર્ડ

1/6

ત્યાં બીજી બાજુ કમેન્ટેટર પણ શાનદાર કેચ માટે બ્રાવોના વખાણ કર્યા હતા. જણાવાયું કે બ્રાવોએ લગભગ 129 Km/hની ઝડપે આવેલો કેચ પકડ્યો હતો. આ કેચ પકડતાં જ બ્રાવોએ આઇપીએલમાં સૌથી વધારે કોટ એન્ડ બોલ્ડ આઉટ કરી વિકેટ લેવાના હરભજનના રેકોર્ડની બરાબરી કરી હતી.
2/6

પરંતુ સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર બ્રાવોને કેચ રહ્યો હતો. પઠાણે 15મી ઓવરમાં બ્રાવોની બોલિંગમાં સીધો શોટ ફટકાર્યો હતો. જેને બ્રાવોએ ફોલોથ્રુમાં શાનદાર ડાઇવ લગાવીને પકડી લીધો હતો. બ્રાવોએ જેવો કેચ પકડ્યો, ઉઠીને ચેમ્પિયન્સ ડાન્સ કરવા લાગ્યો
3/6

બ્રાવોએ મંગળવારે યુસુફ પઠાણના કરેલા કોટ એન્ડ બોલ્ડ બદલ કેચ ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
4/6

મેચમાં કુલ 4 ખેલાડી કોટ એન્ડ બોલ્ડ થયા હતા. જેમાં સનરાઇઝર્સ વતી ગોસ્વામી, મનીષ પાંડે, યુસુફ પઠાણ તથા ચેન્નાઈ તરફથી જાડેજા કોટ એન્ડ બોલ્ડ આઉટ થયા હતા. જે આઈપીએલની એક મેચમાં આ રીતે આઉટ થવાનો નવો રેકોર્ડ છે. આ પહેલા એક મેચમાં ત્રણ વખત ત્રણ-ત્રણ ખેલાડી કોટ એન્ડ બોલ્ડ આઉટ થયા હતા.
5/6

મુંબઈઃ વાનખેડે સ્ટેડિયમમાં મંગળવારે રમાયેલી આઈપીએલ 11ની પ્રથમ પ્લેઓફ મેચમાં ચેન્નાઈએ 140 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં સનરાઇઝર્સ હૈદરાબાદને 2 વિકેટથી હાર આપી હતી. મેચ દરમિયાન ફિલ્ડર્સે શાનદાર ફિલ્ડિંગ કરી હતી. પરંતુ આ મેચ દરમિયાન બોલરોએ તેમના જ બોલ પર બેટ્સમેનનો કેચ પકડવાનો એક નવો આઈપીએલ રેકોર્ડ બનાવ્યો હતો.
6/6

હરભજન અને બ્રાવોએ આઈપીએલમાં 10-10 કોટ એન્ડ બોલ્ડ વિકેટ લીધી છે. બ્રાવો ટી-20 ક્રિકેટમાં પહેલાથી જ કોટ એન્ડ બોલ્ડ આઉટ કરવાનો રેકોર્ડ ધરાવે છે. તેણે આ રીતે સૌથી વધુ 25 વખત ખેલાડીઓને આઉટ કર્યા છે.
Published at : 23 May 2018 10:28 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
ગુજરાત
ગુજરાત
Advertisement
