શોધખોળ કરો
Advertisement
ઈજામાંથી પાછા ફરેલા હાર્દિક પંડ્યાની ધમાકેદાર વાપસી, 37 બોલમાં જ ફટકારી દીધી સેન્ચુરી
રિલાયન્સ વન ટીમ તરફથી હાર્દિક ચોથા નંબરે બેટિંગ માટે ઉતર્યો હતો. તેણે આવતાની સાથે જ ફોર-સિક્સર ફટકારવાનું શરુ કરી દીધું હતું.
નવી દિલ્હી: હાર્દિક પંડ્યા ફિટ થઈને મેદાન પર પરત ફરી ચૂક્યો છે અને હવે તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કમબેક કરવા તરફ નજર માંડી રહ્યો છે. તે સાઉથ આફ્રિકા વિરુદ્ધની ત્રણ વન-ડે મેચની સીરિઝથી ટીમ ઈન્ડિયામાં કમબેક કરી શકે છે. આના પહેલા જ તેણે પોતાના ફોર્મની ઝલક દેખાડી દીધી છે. મંગળવારે મુંબઈમાં રમાઈ રહેલા Dy પાટિલ ટી20 કપમાં પંડ્યાએ ધમાકેદાર શતકીય ઈનિંગ રમી. તેણે 39 બોલમાં 105 રનની વિસ્ફોટક ઈનિંગ રમી. આ ઑલરાઉન્ડરે રિલાયન્સ વન તરફથી CAG વિરુદ્ધ રિલાયન્સ કોર્પોરેટ પાર્કમાં આ ઈનિંગ રમી. તેની સ્ટ્રાઇક રેટ 269.23ની રહી હતી.
રિલાયન્સ વન ટીમ તરફથી હાર્દિક ચોથા નંબરે બેટિંગ માટે ઉતર્યો હતો. તેણે આવતાની સાથે જ ફોર-સિક્સર ફટકારવાનું શરુ કરી દીધું હતું. હાર્દિકે 25 બોલમાં અડધી સદી પુરી કરી હતી. તેણે મિડવિકેટ પર સિક્સર ફટકારી 50 રન પુરા કર્યા હતા. આ પછી આગામી 12 બોલમાં સદી પુરી કરી નાખી હતી. 12 બોલમાં હાર્દિકે 51 રન બનાવ્યા હતા. તેણે ઇનિંગ્સમાં 10 સિક્સર અને 8 ફોર ફટકારી હતી. મોટા શૉટ રમવાની પોતાની ક્ષમતા વિશે 26 વર્ષીય ઑલરાઉન્ડરે કહ્યું કે, ‘જો બોલ મારી પહોંચમાં હોય તો હું દમદાર શૉટ ફટકારવાથી ખચકાતો નથી. મોટાભાગે પરિણામ મારા પક્ષમાં આવે છે. હું પહેલેથી આક્રમક રમવા માટે વિચારીને મેદાન પર નથી ઉતરતો.’.@hardikpandya7, we also have the smile on our faces seeing you back on the field hitting those trademark sixes & picking up wickets. 💙#OneFamily #CricketMeriJaan #MumbaiIndians pic.twitter.com/7016cLFIwq
— Mumbai Indians (@mipaltan) March 3, 2020
આના પહેલા પંડ્યાએ ઈજા બાદ કમબેક કરતા પોતાની પ્રથમ મેચમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું. તેણે 25 બોલમાં 38 રન ફટકાર્યા હતા. હાર્દિકની આ આક્રમક ઇનિંગ્સની મદદથી રિલાયન્સ વનની ટીમે સીએજી સામે 20 ઓવરમાં 5 વિકેટે 252 રન બનાવ્યા હતા. હાર્દિક સિવાય અનમોલ પ્રીત સિંહે 88 રનની ઇનિંગ્સ રમી હતી. શિખર ધવન ખાતું ખોલાવી શક્યો ન હતો. સૌરભ તિવારી 26 રને આઉટ થયો હતો.37 ball 💯 For @hardikpandya7 #DYPATILT20 🔥🔥🔥 7 fours And 10 Sixes #HardikPandya pic.twitter.com/nWSAugNVHa
— Sharique (@Jerseyno93) March 3, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement