શોધખોળ કરો
Advertisement
ટેસ્ટમાં પાંચેય દિવસ બેટિંગ કરીને આ ખેલાડીએ બનાવ્યો ખાસ રેકોર્ડ, જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે, પાંચેય દિવસ બેટિંગ કરનારા બેટ્સમેનોમાં જયસિમ્હા, એ બૉયકૉટ, કે હ્યૂઝીસ, લમ્બ, રવિ શાસ્ત્રી, ગ્રીફ્રીથ, ફ્લિન્ટૉફ, એ પીટરસન, પુજારા, રોરી બર્ન્સના નામ સામેલ છે
નવી દિલ્હીઃ એશીઝ સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચ ગઇકાલે ઇંગ્લેન્ડ 251 રને હારી ગયુ, ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટેસ્ટ જીતીને પાંચ મેચોની એશીઝ ટેસ્ટ સીરીઝમાં જીત સાથે શ્રીગણેશ કર્યા હતા. એશીઝની પહેલી ટેસ્ટ ઇંગ્લિશ બેટ્સમેન રોરી બર્ન્સ માટે ખાસ રહી, રોરી બર્ન્સે પાંચય દિવસ બેટિંગ કરીને ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
ઇંગ્લેન્ડના બર્મિઘમના એઝબેસ્ટૉનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં રોરી બર્ન્સ પાંચ દિવસ બેટિંગ કરીને દુનિયાનો 10મો એવો ખેલાડી બની ગયો, જેને પાંચેય દિવસ બેટિંગ કરી હતી. જુઓ બર્મિંઘમ એઝબેટસ્ટૉન ટેસ્ટમાં રોરી બર્ન્સે પાંચેય દિસવ બેટિંગ કરીને કેટલા રન બનાવ્યા....
રોરી બર્ન્સે પાંચેય દિવસ બેટિંગ કરી....
પહેલો દિવસ - 4 બૉલમાં 4 રન અણનમ
બીજો દિવસ - 278 બૉલમાં 121 રન અણનમ
ત્રીજો દિવસ - 30 બૉલમાં 8 રન
ચોથો દિવસ - 21 બૉલમાં 7 રન અણનમ
પાંચમો દિવસ - 11 બૉલમાં 7 રન
ઉલ્લેખનીય છે કે, પાંચેય દિવસ બેટિંગ કરનારા બેટ્સમેનોમાં જયસિમ્હા, એ બૉયકૉટ, કે હ્યૂઝીસ, લમ્બ, રવિ શાસ્ત્રી, ગ્રીફ્રીથ, ફ્લિન્ટૉફ, એ પીટરસન, પુજારા, રોરી બર્ન્સના નામ સામેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement