શોધખોળ કરો
ઓસ્ટ્રેલિયાની ટીમની આ છે સૌથી મોટી નબળાઈ, સ્મિથ-વોર્નરની વાપસીથી પણ નહીં પડે કોઈ ફેર, જાણો વિગત

1/3

વોનનું કહેવું છે કે, જો ઓસ્ટ્રેલિયાને લાગે છે કે સ્મિથ-વોર્નરની વાપસીથી તેમની પરેશાની ખત્મ થઈ જશે તો ખુદની સાથે મજાક કરી રહ્યા છે. જો તેઓ રમતનું મૂલ્યાંકન નહીં કરે તો મને લાગે છે કે આ વખતે એશિઝમાં ઇંગ્લેન્ડને નહીં હરાવી શકે.
2/3

લંડનની ટેલીગ્રાફ દૈનિકમાં લખેલી કોલમમાં તેણે કહ્યું છે કે, ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ બેટિંગ ટેકનિક અને બોલરોની સાતત્યતા પર વધારે મહેનત કરવાની જરૂર છે. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો લાંબી ઈનિંગ રમવામાં સતત નિષ્ફળ જઈ રહ્યા છે અને આ જ ટીમની સૌથી મોટી નબળાઈ છે. વોર્નર-સ્મિથ પર પ્રતિબંધ લાગ્યા બાદ ઓસ્ટ્રેલિયા 14 ટેસ્ટ ઈનિંગમાંથી માત્ર ત્રણમાં જ 300 રનનો આંકડો પાર કર્યો છે અને સર્વાધિક સ્કોર આઠ વિકેટના નુકસાન પર 362 રન રહ્યું છે.
3/3

નવી દિલ્હીઃ ભારત સામે 71 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી ગુમાવ્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમની આલોચના થઈ રહી છે. બોલ ટેમ્પરિંગ વિવાદના કારણે ટીમમાંથી બાહર સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરની ગેરહાજરી આ સીરિઝમાં ઓસ્ટ્રેલિયાની હારનું સૌથી મોટું કારણે છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોનનું માનવું છે કે ઓસ્ટ્રેલિયાની સમસ્યા આનાથી પણ વધારે ઊંડી છે અને જો તેનો ઈલાજ નહીં કરવામાં આવે તો કાંગારુ ટીમ મોટી મુશ્કેલીમાં ફસાઈ શકે છે.
Published at : 08 Jan 2019 03:34 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
આઈપીએલ
ગુજરાત
Advertisement
