શોધખોળ કરો
વર્લ્ડકપ વિજેતા ઈંગ્લેન્ડ ટેસ્ટ ક્રિકેટમાં માત્ર કેટલા રનમાં ખખડ્યું ? હરિફ ટીમનું નામ જાણીને ચોંકી જશો
લોર્ડ્સમાં આયર્લેન્ડ સામેની ચાર દિવસીય ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઈંગ્લેન્ડની ટીમ 23.4 ઓવરમાં માત્ર 85 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
![વર્લ્ડકપ વિજેતા ઈંગ્લેન્ડ ટેસ્ટ ક્રિકેટમાં માત્ર કેટલા રનમાં ખખડ્યું ? હરિફ ટીમનું નામ જાણીને ચોંકી જશો ENGvIRE icc worldcup winner England all out on 85 runs against Ireland વર્લ્ડકપ વિજેતા ઈંગ્લેન્ડ ટેસ્ટ ક્રિકેટમાં માત્ર કેટલા રનમાં ખખડ્યું ? હરિફ ટીમનું નામ જાણીને ચોંકી જશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/24182825/ire.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
લોર્ડ્સઃ ICC વર્લ્ડકપ જીત્યા બાદ ઈંગ્લેન્ડની ટીમ જેવી પ્રથમ વખત ટેસ્ટ ક્રિકેટ રમવા ઉતરતાં જ તેમના હોશ ઉડી ગયા હતા. લોર્ડ્સમાં આયર્લેન્ડ સામેની ચાર દિવસીય ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઈંગ્લેન્ડની ટીમ 23.4 ઓવરમાં માત્ર 85 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
જો રૂટની કેપ્ટનશિપ હેઠળની ઈંગ્લેન્ડ ટીમે 15 ઓવરમાં 43 રનમાં જ 7 વિકેટ ગુમાવી દીધી હતી. આયર્લેન્ડના ટિમ મુર્તઘે 9 ઓવરમાં 2 મેડન નાંખી 13 રન આપી 5 વિકેટ લીધી હતી. માર્ક આદિરે 3 તથા રેન્કિને 2 વિકેટ લીધી હતી.
વર્ષ 2000માં ઈંગ્લેન્ડ તરફથી અંડર-19 વર્લ્ડકપમાં રમનારો મુર્તઘ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં પાંચ વિકેટ લેનારો પ્રથમ ખેલાડી બની ગયો છે. તેણે પોતાની બોલિંગથી રોરી બર્ન્સ, જેસન રોય, બેયરસ્ટો, મોઈન અલી અને ક્રિસ વોક્સની વિકેટ લઈ ઈંગ્લેન્ડને બેકફૂટ પર ધકેલી દીધું હતું.85 ALL OUT!
It's been a dreamlike morning for Ireland. Five wickets for the brilliant Murtagh, three for Adair and Rankin with two. FOLLOW #ENGvIRE 👇 https://t.co/fyHbjx2IoF pic.twitter.com/qNVtXl40VX — ICC (@ICC) July 24, 2019
કોંગ્રેસના કયા ધારાસભ્યએ વિધાનસભા ગૃહમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને જન્મદિવસની શુભેચ્છા પાઠવવાનું યાદ અપાવ્યું ? જાણો વિગત ફોર્ચ્યૂન ગ્લોબલ 500 લિસ્ટઃ IOCને પછાડી રિલાયન્સ બની દેશની નંબર વન કંપની, જાણો વિગતTim Murtagh has five wickets, Ireland have seven!
FOLLOW #ENGvIRE 👇 https://t.co/jj6cRttqlq pic.twitter.com/Df2YNpQpqn — ICC (@ICC) July 24, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)