શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
20 ઓગસ્ટે ભારતીય યુવતી સાથે લગ્ન કરશે આ પાકિસ્તાની ક્રિકેટર, કંકોત્રી આવી સામે
પરિવારના અંદાજે 10 સભ્યો 17 ઓગસ્ટના રોજ દુબઈ જઈ રહ્યા છે, આ સમારોહમાં દૂલ્હા પક્ષના 20 લોકો સામેલ થશે.
નવી દિલ્હીઃ હરિયાણાના નૂંહની રહેવાસી શામિયા આરઝૂ પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલી સાથે લગ્ન કરવા જઈરહી છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં જન્મેલ હસન અલી અને નૂંહ જિલ્લાના ચંદેની નિવાસી શામિયાના નિકાહ દુબઈના એટલાન્ટિસ પામ જુબેરા પાર્ક હોટલમાં થશે.
પરિવારના અંદાજે 10 સભ્યો 17 ઓગસ્ટના રોજ દુબઈ જઈ રહ્યા છે, આ સમારોહમાં દૂલ્હા પક્ષના 20 લોકો સામેલ થશે. યુવતીના પિતા પૂર્વ બીડીપીઓ લિયાકત અલીએ કહ્યું કે, દીકરીના લગ્ન તો કરવાના જ છે, પછી તે ભારતમાં થાય કે પાકિસ્તાનમાં, તેનાથી કોઈ ફેર નથી પડતો. તેમણે કહ્યું કે, ભાગલા સમયે તેના ઘણાં સંબંધી પાકિસ્તાન ચાલ્યા ગયા હતા, જેની સાથે આજે પણ તેઓ સંપર્કમાં છે.
જોકે હવે લગ્નની કંકોત્રી પણ સામે આવી છે. મીડિયા અહેવાલ અનુસાર લગ્ન બાદ પાકિસ્તાનમાં રિસેપ્શન યોજાશે. રિસેપ્શનમાં છોકરી પક્ષના ઘણા લોકો હાજર રહેશે. સાનિયા મિર્ઝા બાદ શામિયા બીજી એવી છોકરી હશે જે પાકિસ્તાની ક્રિકેટર સાથે નિકાહ કરવા જઈ રહી છે.
લિયાકત અલીએ જણાવ્યું, 'હિન્દુસ્તાન-પાકિસ્તાનના ભાગલા સમયે પાકિસ્તાનના પૂર્વ સાંસદ તથા પાકિસ્તાન રેલવે બોર્ડના ચેરમેન રહેલા સરદાર તુફૈલ ઉર્ફ ખાન બહાદૂર અને મારા દાદા સગા ભાઈ હતા. તેનો પરિવાર હાલમાં પાકિસ્તાનના કસૂર જિલ્લાના કચ્ચી કોઠી નઈયાકીમાં રહે છે. તેના માધ્યમથી શામિયાનો સંબંધ નક્કી થયો છે.'
શામિયાએ માનવ રચના યુનિવર્સિટીમાંથી એરોનોટિકલ એન્જીનિયરિંગમાં બીટેકની ડીગ્રી મેળવી છે. પહેલા તે જેટ એરવેઝમાં હતી. હાલ ત્રણ વર્ષથી તેણી એર અમીરાતમાં કામ કરી રહી છે. લિયાતક અલીએ જણાવ્યું કે આ કોર્સ કરનારી તેની દીકરી પ્રથમ મુસ્લિમ (મેવ) છોકરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion