શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાની ખેલાડીએ તોડ્યો ‘ગુરુ’ વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, વિવિયન રિચર્ડ્સ-ધવનને પણ રાખ્યા પાછળ, જાણો વિગત
ન્યૂઝીલેન્ડ સામે 29 રન બનાવતાં જ પાકિસ્તાની બેટ્સમેન બાબર આઝમે વિરાટ કોહલી અને શિખર ધવનના મોટા વન ડે રેકોર્ડને તોડી નાંખ્યો હતો.
નવી દિલ્હીઃ વર્લ્ડકપની 33મી મેચમાં બર્મિંઘમના એજબેસ્ટન ખાતે પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને 6 વિકેટે હરાવ્યું હતું. 238 રનનો પીછો કરતાં પાકિસ્તાને 49.1 ઓવરના અંતે 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો. મેન ઓફ ધ મેચ બાબર આઝમે પોતાના કરિયરની સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સ રમતાં 127 બોલમાં 11 ચોક્કાની મદદથી 101* રન કર્યા હતા. આ દરમિયાને તેણે ગુરુ વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો હતો.
ન્યૂઝીલેન્ડ સામે 29 રન બનાવતાં જ પાકિસ્તાની બેટ્સમેન બાબર આઝમે વિરાટ કોહલી અને શિખર ધવનના મોટા વન ડે રેકોર્ડને તોડી નાંખ્યો હતો. તે વન ડેમાં સૌથી ઝડપી 3000 રન બનાવનારો એશિયન ક્રિકેટર બની ગયો છે. ઉપરાંત સૌથી ઝડપી 3000 વન ડે રન બનાવનારો વિશ્વનો બેટ્સમેન બની ગયો છે. તેની આગળ માત્ર હાશિમ અમલા છે. અમલાએ 57 ઈનિંગમાં આ સિદ્ધી મેળવી હતી. આટલું જ નહીં આઝમે વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી સર વિવિયન રિચર્ડ્સને પણ પાછળ રાખી દીધા છે. રિચર્ડ્સે 69 ઈનિંગમાં આ આંકડો પાર કર્યો હતો. બાબરે 68 ઈનિંગમાં જ સિદ્ધી મેળવી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને પોતાનો આદર્શ માનનારા બાબર આઝમે તેને પણ પાછળ રાખી દીધો છે. કોહલીએ 78 મેચની 75મી ઈનિંગમાં 3000 રન પૂરા કર્યા હતા. જ્યારે ધવને 73 મેચમાં 3000 રન પૂરા કર્યા હતા.Century for Babar Azam, his first of #CWC19 👏 👏 A wonderfully mature innings that's taken his side to the cusp of victory.#NZvPAK pic.twitter.com/EIamI5ywbq
— Cricket World Cup (@cricketworldcup) June 26, 2019
વર્લ્ડકપઃ આજે ભારત-વેસ્ટ ઈન્ડિઝની ટક્કર, જાણો કેવું રહેશે હવામાન અને કેટલા વાગે થશે ટોસ આ જાણીતી એક્ટ્રેસનું થયું નિધન, ગિનીઝ બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયેલું છે નામ, જાણો વિગત3,000 ODI runs for Babar Azam 👏 👏
Only Hashim Amla has reached the landmark in fewer innings.#CWC19 | #NZvBAN pic.twitter.com/GPaMSAO7lF — Cricket World Cup (@cricketworldcup) June 26, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement