FIFA WC 2026: ફિફાએ આગામી વર્લ્ડકપ માટે બદલ્યો પ્લાન, હવે 4-4 ટીમોના હશે 12 ગૃપ, જાણો આખુ ફૉર્મેટ...
ફિફાએ અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં આયોજિત થનારા આ વર્લ્ડકપની શરૂઆતમાં 3-3 ટીમોના ગૃપ બનાવવાનો ફેંસલો કર્યો હતો,
FIFA WC 2026 Format: નૉર્થ અમેરિકામાં રમાનારા ફિફા વર્લ્ડકપ 2026 (FIFA WC 2026) માટે પ્લાનમાં મોટો ફેરફાર સામે આવ્યો છે. ફિફાએ મંગળવારે જાહેર કરેલા એક નિવેદનમાં બતાવ્યુ છે કે, આગામી ફિફા વર્લ્ડકપમાં 4-4 ટીમોના 12 ગૃપ હશે. આ પહેલા 3-3 ટીમોના 16 ગૃપ બનાવવાની યોજના હતી. ફિફાએ નિવેદનમાં કહ્યું કે, - નવું ફૉર્મેટ એ નક્કી કરે છે કે દરેક ટીમને ફિફા વર્લ્ડકપમાં કમ સે કમ ત્રણ મેચો રમવાનો મોકો મળે, આ મેચ પર્યાપ્ત બ્રેકની સાથે હશે.
ઉલ્લેખનીય છે કે, ફિફા વર્લ્ડકપ 2026માં પહેલીવાર 48 ટીમો ભાગ લેશે. અત્યાર સુધીના ખેલ જગતની આ સૌથી મોટી ટૂર્નામેન્ટમાં 32 ટીમો જ ભાગ લેતી હતી. જે 8 ગૃપોમાં વિભાજીત થતી હતી. દરેક ગૃપમાં ચાર-ચાર ટીમો હોતી હતી, અને ગૃપની ટૉપ-2 ટીમો નૉકઆઉટ સ્ટેજમાં આગળ વધતી હતી.
હવે આવુ હશે ફૉર્મેટ -
ફિફાએ અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં આયોજિત થનારા આ વર્લ્ડકપની શરૂઆતમાં 3-3 ટીમોના ગૃપ બનાવવાનો ફેંસલો કર્યો હતો, જેમાં દરેક ગૃપમાંથી બે ટીમોને નૉકઆઉટ સ્ટેજમાં પહોંચવાનુ હતુ, મંગળવારે રવાન્ડાની રાજધાની કિગાલીમાં થયેલી બેઠક બાદ નક્કી કરવામાં આવ્યુ કે ગૃપમાં 4-4 ટીમો રાખવામાં આવશે. આવામાં ટૉપ-2 ટીમોની સાથે જ બેસ્ટ-8 થર્ડ પ્લેસ ટીમો અંતિમ -32 રાઉન્ડમાં પહોંચશે. જ્યાંથી નૉકઆઉટ સ્ટેજ શરૂ થશે.
નવા ફૉર્મેટ અનુસાર, હવે ફિફા વર્લ્ડકપમાં કુલ 104 મેચો રમાશે. સેમિ ફાઇનલ અને ફાઇનલ સુધી પહોંચનારી ટીમોના ભાગે 8-8 મેચો આવશે. ઉલ્લેખનીય છે કે, ફિફા વર્લ્ડકપમાં 64 મેચ રમાતી હતી. 1998 થી જ 32 ટીમો આ ટૂર્નામેન્ટમાં ભાગ લેતી રહી હતી. 1998 થી પહેલા ફિફા વર્લ્ડકપમાં 24 ટીમો ભાગ લેતી હતી.
FIFA WC 2022 Unknown Facts: કતારમાં રમાયેલા વર્લ્ડકપ સાથે જોડાયેલી કેટલીક અનોખી વસ્તુઓ, જાણો અહીં..........
FIFA WC 2022: ફિફા વર્લ્ડકપ 2022ની સમાપ્ત થઇ ચૂકી છે. અને આ ફિફા વર્લ્ડકપ 2022નુ નવુ ચેમ્પીનય આર્જેન્ટિના બની ગયુ છે. ફાઇનલમાં ફ્રાન્સ અને આર્જેન્ટિનાની ટીમ આમને સામને હતી, જેમાથી આર્જેન્ટિનાએ પેનલ્ટી શૂટઆઉટમાં મેચ જીતી લીધી હતી. આર્જેન્ટિના આ સાથે જ 36 વર્ષ બાદ ચેમ્પીયન બની ગયુ હતુ.
ખાસ વાત છે કતારમાં રમાયેલી આ ફિફા વર્લ્ડકપ 2022માં આ વખતે ફેન્સનો ખુબ જોશ જોવા મળ્યો છે, આ વખતે કેટલીક ખાસ વસ્તુઓ પણ જોવા મળી, આ વર્લ્ડકપ હંમેશા યાદ રહેશે. કેમ કે પહેલીવાર આરબ દેશમાં ફિફા વર્લ્ડકપનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જાણો કતાર ફિફા વર્લ્ડકપ 2022ની અનોખી વસ્તુઓ.......
પહેલીવાર શિયાળામાં રમાયો ફિફા વર્લ્ડકપ -
ફિફા વર્લ્ડકપ 2022નું આયોજન હંમેશા મે, જૂન કે પછી જુલાઇમાં કરવામા આવે છે, પરંતુ આ વખતે પહેલીવાર આનુ આયોજન ઠંડીની સિઝનમાં શિયાળાની ઋતુમાં કરવામાં આવ્યુ. આવું એટલા માટે કરવનામાં આવ્યું કેમ કે કતારમાં ગર્મી ખુબ હોય છે, અને તેનાથી ખેલાડીઓને બચાવવા માટે આ ફેંસલો લેવામાં આવે છે. આ કોઇપણ આરબ દેશમાં રમાડવામાં આવેલો પહેલો વર્લ્ડકપ છે.
32 ટીમોના ફોર્મેટની થઇ છુટ્ટી -
1930માં જ્યારે પહેલીવાર વર્લ્ડકપનું આયોજન કરવામાં આવ્યુ હતુ, તો 13 ટીમોએ તેમાં ભાગ લીધો હતો, ધીમે ધીમે આ સંખ્યા 16 અને પછી 24 થઇ. 1998 થી 32 ટીમોને વર્લ્ડકપમાં ઉતારવામાં આવી, પરંતુ હવે આની સમાપ્તિ થઇ ગઇ છે, આગામી વર્લ્ડકપથી 48 ટીમોને મોકો આપવામા આવશે.
મેચ પુરી થયા બાદ સમાપ્ત કરવામાં આવ્યુ સ્ટેડિયમ -
હાલમાં વર્લ્ડકપમાં એક એવુ સ્ટેડિયમ પણ બનાવવામાં આવ્યુ હતુ, જેને ઉપયોગ કર્યા બાદ એકદમ નષ્ટ કરી દેવામા આવ્યુ. 974 નામના સ્ટેડિયમને શિપિંગ કન્ટેન્ટરની મદદથી બનાવવામાં આવ્યુ હતુ, અને આમાં મેચ રમાયા બાદ પુરેપુરી રીતે નષ્ટ કરી દેવામાં આવ્યુ હતુ.