શોધખોળ કરો

FIFA World Cup 2022: કોસ્ટા રિકાને હરાવવા છતાં જર્મની બહાર, જાપાન અને સ્પેન અંતિમ-16માં પહોંચ્યા

ચાર વખતની ચેમ્પિયન જર્મની સતત બીજી વખત વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઇ ગયુ છે

FIFA World Cup 2022: કતારમાં યોજાઇ રહેલા ફિફા વર્લ્ડકપ 2022માં ગુરુવારે ગ્રુપ-એફમાં બે મહત્વપૂર્ણ મેચ રમાઇ હતી. ચાર વખતની ચેમ્પિયન જર્મની સતત બીજી વખત વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઇ ગયુ છે. જર્મનીએ ફિફા વર્લ્ડ કપમાં કોસ્ટા રિકાને 4-2થી હરાવ્યું હતું છતાં વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઇ ગયુ છે.

જર્મની તેની ગ્રુપ E મેચમાં કોસ્ટા રિકા સામે 4-2થી જીત નોંધાવ્યા બાદ પણ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયુ હતું. જર્મનીને નોકઆઉટ માટે ક્વોલિફાય થવા માટે જીતની સાથે સાથે વધુ સારા ગોલ તફાવતની જરૂર હતી. પરંતુ ગોલ તફાવતના આધારે ટીમ સ્પેનથી પાછળ પડી ગઈ અને ત્રીજા સ્થાને રહી હતી.  જર્મની અને સ્પેનના ચાર-ચાર પોઈન્ટ હતા. 2018 પછી જર્મની સતત બીજી વખત ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગયું છે. જર્મની માટે ગ્રેબરી (10મી મિનિટ), કાઈ હાવર્ટ્ઝ (73મી અને 85મી), ફુલક્રગ (89મી)એ ગોલ કર્યા હતા. કોસ્ટા રિકા માટે તેજેદા (58મી મિનિટ) અને જુઆન (70મી મિનિટ) ગોલ કર્યા હતા.

કોસ્ટારિકાએ 70મી મિનિટે પોતાના ગોલ દ્વારા 2-1ની લીડ મેળવી હતી. હવે જર્મનીનો ગોલ તફાવત ઘણો મોટો હતો. તેઓએ સ્પેનથી આગળ નીકળવા માટે વધુ ગોલની જરૂર હતી. જર્મનીએ મેચમાં ચાર ગોલ કર્યા પરંતુ સ્પેનથી આગળ નીકળવા માટે તે પુરતા નહોતા.જાપાન અને સ્પેન આ ગ્રુપમાંથી આગામી રાઉન્ડમાં પહોંચ્યા છે જ્યારે  જર્મની અને કોસ્ટા રિકા બહાર થઈ ગયા છે.  જર્મની છેલ્લી વખત પણ ગ્રુપ સ્ટેજથી આગળ વધી શક્યું ન હતું.

જાપાન જીત્યું, સ્પેન આગળના રાઉન્ડમાં

જાપાને વર્લ્ડ કપના ગ્રુપ Eમાં સ્પેનને 2-1થી હરાવીને છેલ્લી-16 ટીમોના નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. અલ્વેરા મોરાટાના ગોલથી સ્પેન 1-0થી આગળ હતું પરંતુ જાપાને રિત્સુ (48મી મિનિટ)ના ગોલની મદદથી 1-1થી બરોબરી કરી હતી. બાદમાં જાપાને તનાકા (51મા)ની ગોલની મદદથી 2-1ની લીડ મેળવી હતી. સ્પેન અને જર્મની 4 પોઈન્ટ પર ટાઈ હતી, પરંતુ સ્પેને 3 સામે નવ ગોલ કર્યા હતા. જર્મનીએ તેમની સામે 6 અને 5 ગોલ કર્યા હતા. આવી સ્થિતિમાં સ્પેનનો ગોલ ડિફરન્સ સારો રહ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના

ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર

અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Weather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીRajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ

PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા

કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો

Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ

Embed widget