શોધખોળ કરો

FIFA World Cup 2022: વર્લ્ડકપ દરમિયાન સ્ટેડિયમ પાસે નહી મળે બિયર, કતારે બદલી દારૂ નીતિ

FIFA World Cup 2022 રવિવારથી કતારમાં શરૂ થઈ રહ્યો છે

FIFA World Cup 2022 Qatar: FIFA World Cup 2022 રવિવારથી કતારમાં શરૂ થઈ રહ્યો છે પરંતુ હવે કતારે દારૂની નીતિમાં મોટો ફેરફાર કર્યો છે. વાસ્તવમાં દોહા અને તેની આસપાસના આઠ ફૂટબોલ સ્ટેડિયમોમાં બિયરના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર, કતારના અધિકારીઓ FIFA પર લાંબા સમયથી વર્લ્ડકપની સ્પોન્સર બડવેઇઝરના તમામ વેચાણ પર આઠ સ્થળોએ પ્રતિબંધ મૂકવા દબાણ કરી રહ્યા છે.

ફિફાએ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો

જોકે, વર્લ્ડ કપ ઓર્ગેનાઈઝિંગ કમિટી અને ફીફા બંનેએ આ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો છે. હકીકતમાં Budweiser ની મૂળ કંપની  AB InBev બીયરના વેચાણના અધિકારો માટે પ્રત્યેક વર્લ્ડ કપમાં કરોડો ડોલર ચૂકવે છે., FIFA સાથે બડવીઝરની આ ભાગીદારી 1986 થી ચાલુ છે પરંતુ આ વખતે કતારમાં ફૂટબોલ વર્લ્ડકપનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

બ્રાઝિલે વર્ષ 2014માં તેની દારૂની નીતિમાં ફેરફાર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014 ફિફા વર્લ્ડકપનું આયોજન બ્રાઝિલમાં કરવામાં આવ્યું હતું. વાસ્તવમાં બ્રાઝિલની દારૂ પોલિસી અલગ છે પરંતુ ફિફા વર્લ્ડ કપ 2014 પહેલા બ્રાઝિલે તેની દારૂ નીતિ બદલી હતી. બ્રાઝિલની દારૂ નીતિમાં ફેરફાર બાદ 2014 ફિફા વર્લ્ડ કપ દરમિયાન બ્રાઝિલના સ્ટેડિયમોમાં દારૂનું વેચાણ શરૂ થયું હતું. વર્ષ 2010ની શરૂઆતમાં બડવીઝરની પેરેન્ટ કંપની AB InBev એ FIFA સાથેનો કરાર આગામી વર્ષો માટે લંબાવ્યો હતો

FIFA WC 2022: મહિલા ચાહકો મુશ્કેલીમાં છે, જો તેઓ યોગ્ય રીતે કપડાં નહીં પહેરે તો જેલમાં જશે; જાણો કેવા છે કતારના નિયમો

Qatar Rules on clothing: ફિફા વર્લ્ડ કપ દરમિયાન, ચાહકોનો બિંદાસ અંદાજ વાસ્તવિક આનંદ આપે છે. આખી રાતની મસ્તી, હાથમાં બિયરના ગ્લાસ અને કપડાં પહેરવાની સ્વતંત્રતા આ બધું ફિફા વર્લ્ડ કપનું વાતાવરણ બનાવે છે. જોકે આ બધું કતારમાં શક્ય જણાતું નથી. કતારમાં ઘણી વસ્તુઓ પર પ્રતિબંધ છે, જે ફિફા વર્લ્ડ કપ દરમિયાન ચાહકોને પરેશાન કરશે. અહીં સૌથી મહત્વપૂર્ણ પ્રતિબંધ સ્ત્રીઓના કપડાંને લગતો છે. અહીં મહિલાઓ શરીરને ખુલ્લું પાડતા કપડાં પહેરી શકતી નથી. આવા કપડા પહેરવા પર જેલ જવાનો પણ નિયમ છે.

કતારની મહિલાઓ સામાન્ય રીતે 'અબાયા' પહેરીને જ બહાર જાય છે. જો કે વિદેશની મહિલા ચાહકોએ આ પહેરવું જરૂરી નથી, પરંતુ તેમણે ખભાથી ઘૂંટણ સુધી શરીરને સંપૂર્ણપણે ઢાંકીને રાખવું પડશે. કતારમાં આવનારી મહિલાઓએ એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે તેમણે કોઈપણ પ્રકારના ચુસ્ત કપડા ન પહેરવા જોઈએ. બાય ધ વે, માત્ર મહિલાઓ જ નહીં, પુરૂષોએ પણ જાહેર સ્થળોએ ખભાથી ઘૂંટણ સુધી પોતાનું શરીર ઢાંકવું પડે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
કોમનવેલ્થ ગેમ્સ 2026 માં બબાલ: ગ્લાસગોની રેસ્ટોરન્ટમાં ભારતના ખોટા નકશા પર વિવાદ; લવલીના ભડકી, લગાવી ક્લાસ
કોમનવેલ્થ ગેમ્સ 2026 માં બબાલ: ગ્લાસગોની રેસ્ટોરન્ટમાં ભારતના ખોટા નકશા પર વિવાદ; લવલીના ભડકી, લગાવી ક્લાસ

વિડિઓઝ

Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
Embed widget