FIFA World Cup 2022: 20 નવેમ્બરથી શરૂ થશે ફિફા વર્લ્ડકપ 2022, 32 ટીમો વચ્ચે જામશે જંગ
2022 ફિફા વર્લ્ડ કપમાં કુલ 32 ટીમો ભાગ લેશે. જેની વચ્ચે 48 લીગ મેચો રમાશે
FIFA World Cup 2022 Schedule: ફિફા વર્લ્ડ કપ 2022 થોડા દિવસો પછી શરૂ થવા જઈ રહ્યો છે. ફૂટબોલ વર્લ્ડ કપ 20 નવેમ્બરથી કતારમાં શરૂ થશે. લગભગ એક મહિના સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં કુલ 64 મેચો રમાશે. સ્પેન, જર્મની, બ્રાઝિલ આ વર્લ્ડકપમાં ટાઇટલ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે, પરંતુ ઘણી ટીમો અપસેટ કરવા માટે તૈયાર છે. વર્તમાન ચેમ્પિયન ફ્રાન્સ પણ આ ટાઈટલ ફરીથી પોતાના નામે કરવા ઈચ્છશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ યજમાન કતાર અને એક્વાડોર વચ્ચે રમાશે. જ્યારે ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 18 ડિસેમ્બરે યોજાશે.
From then to now ⏪⏩
— FIFA World Cup (@FIFAWorldCup) November 16, 2022
Germany's #FIFAWorldCup goal-scoring maestros ✨ pic.twitter.com/HxS0usiAu1
કતારના 7 સ્ટેડિયમમાં તમામ 64 મેચો થશે
2022 ફિફા વર્લ્ડ કપમાં કુલ 32 ટીમો ભાગ લેશે. જેની વચ્ચે 48 લીગ મેચો રમાશે. અહીં સારું પ્રદર્શન કરનારી 16 ટીમો જ આગળના રાઉન્ડમાં પહોંચશે. તમામ ટીમોને 8 જૂથોમાં વહેંચવામાં આવી છે અને લીગ મેચો પછી દરેક ગ્રુપમાં ટોચની બે સ્થાન મેળવનારી ટીમો ટોચના 16 રાઉન્ડમાં આગળ વધશે ત્યારબાદ આઠ ટીમો વચ્ચે ક્વાર્ટર-ફાઇનલ મેચો રમાશે. સેમિફાઇનલ મેચ 14 અને 15 ડિસેમ્બરે યોજાશે. સેમિફાઇનલમાં હારનારી બંને ટીમો 17 ડિસેમ્બરે ત્રીજા સ્થાન માટે લડશે. ટૂર્નામેન્ટની ટાઈટલ મેચ 18 ડિસેમ્બરે રમાશે. આ ટૂર્નામેન્ટની તમામ 64 મેચ કતારના સાત સ્ટેડિયમમાં રમાશે.
ફિફા વર્લ્ડ કપ 2022 ગ્રુપ્સ
ગ્રુપ-એઃ ઇક્વાડોર, નેધરલેન્ડ્સ, સેનેગલ, કતાર
ગ્રુપ-બીઃ ઇગ્લેન્ડ, વેલ્સ, યુએસએ, ઇરાન
ગ્રુપ-સીઃ પોલેન્ડ, આર્જેન્ટિના, સાઉદી અરેબિયા, મેક્સિકો
ગ્રુપ-ડીઃ ફ્રાન્સ, ટ્યૂનિશિયા, ઓસ્ટ્રેલિયા, ડેન્માર્ક
ગ્રુપ-ઇઃ કોસ્ટા રિકા, જર્મની, સ્પેન, જાપાન
ગ્રુપ-એફઃ ક્રોએશિયા, મોરક્કો, બેલ્જિયમ, કેનેડા
ગ્રુપ-જીઃ સર્બિયા, બ્રાઝીલ, કેમરૂન, સ્વિઝરલેન્ડ
ગ્રુપ-એચઃ ઉરુગ્વે, કોરિયા રિપબ્લિક, પોર્ટુગલ, ઘાના